હાલ દિપાવલી પર્વની શરૂઆત થઈ જતાં ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ તેમજ રાજય ધોરીમાર્ગ પર સતત વાહનોની અવરજવર વધી રહી છે, વધતાં જતાં વાહનોની સંખ્યાનાં પગલે ટ્રાફિક પોલીસની કામગીરી દિન પ્રતિદિન બિનઅસરકારક પુરવાર થઈ રહી છે. કોઈકવાર ગોલ્ડન બ્રિજ પર તો કોઈકવાર સરદાર બ્રિજનાં છેડાં પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા ખુબ લાંબી કતારો ખડી થઈ જાય છે. આજે તા. 12-11-2020 નાં રોજ સરદાર બ્રિજ પર એટલે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જેથી કેટલાય કિ.મી સુધી વાહનોની કતાર ખડી થઈ ગઈ હતી.
આ વાહનની કતાર આશરે 4 કી.મી. સુધી હતી જેના પગલે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી એમ વાહન ચાલકો જણાવી રહ્યા હતા. આવનારા દિવસોમાં પણ આ સમસ્યા ઓછી થાય તે માટે પોલીસતંત્ર દ્વારા યોગ્ય અને અસરકારક પગલાં ભરાઈ તેવી વાહન ચાલકોની માંગ ઊભી થઈ છે.
ભરૂચ સરદાર બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ.
Advertisement