દિપાવલી પર્વનાં દિવસો દરમિયાન મુસાફરોની અવરજવર વધુ હોય છે ત્યારે આવી અવરજવરને પહોંચી વળવા એસ.ટી વિભાગ દ્વારા વધારાની 500 જેટલી ટ્રીપોની ખાસ સુવિધા કરવામાં આવી રહી છે. શ્રમજીવીઓ અને અન્ય લોકો દીપાવલી પર્વ વતનમાં ઉજવવા જતાં હોય છે તેવા સમયે તેમને અવરજવરની સુવિધા માટે વધારાની બસો મુકવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે એસ.ટી બસોની સંખ્યા વધુ છે તેનું કારણ એ છે કે કોરોના મહામારી દરમિયાન તેના નિયમોનું પાલન કરવું જરૂરી છે તેથી બસમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ઓછા મુસાફરો મુસાફરી કરતા હોય જેથી વધુ બસોની ખાસ ફાળવણી કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને અન્ય જિલ્લાઓમાં ભરૂચથી એસ.ટી બસની સીધી સેવા પ્રાપ્ત થશે.
Advertisement