ભરૂચ જીલ્લામાં વર્ષમાં 2 થી 3 વાર એવાં બનાવ બને છે કે જેમાં શાળાનાં વિદ્યાર્થીઓ અથવા બાળકો બિયારણ ખાઈ જતાં બીમાર પડતાં હોય છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આવા બનાવો વધુ બને છે. શાળાનાં વિદ્યાર્થીઓ રિસેસનાં સમયે આવા બિયારણ ખાતા હોય છે પરંતુ હાલ શાળા બંધ હોવાથી કંબોલી ગામમાં 4 જેટલા બાળકોએ રમતમાં બિયારણ ખાઈ જતાં તેમની તબિયત લથડી હતી જેમને ઊલટીઓ થતાં અફરાતફરીનું અને ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે પરંતુ વાલીઓ દ્વારા આ કયાં બિયારણ છે અને તેની ઝેરી અસર કેમ થઈ તે અંગે યોગ્ય તપાસ થાય એવી માંગ કરવામાં આવી છે.
Advertisement