Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગુજરાતની પેટાચુંટણીની તમામ આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી.

Share

ભરૂચ નગરનાં પાંચબત્તી વિસ્તારમાં ભરૂચ ભાજપ દ્વારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાંચબત્તી ખાતે ભાજપનાં આગેવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.

ગુજરાત વિધાનસભાની યોજાયેલ પેટા ચુંટણીમાં તમામ આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે તો બિહાર વિધાનસભાની ચુંટણીમાં પણ એન.ડી.એ ગઠબંધને સારો દેખાવ કર્યો છે, તેવા સમયે ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ભરૂચ ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. પાંચબત્તી ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયનાં વધામણા લીધા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જીલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સામન્યત: ચુંટણીમાં વિજયોત્સવ ફટાકડા ફોડી મનાવવામાં આવતો હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી અને પ્રદુષણનાં કારણે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે ત્યારે ભરૂચ જીલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા ન હતા.

Advertisement

Share

Related posts

વડોદરા તાલુકાનાં પોર પાસે આવેલ રમણગામડી ગામમાં દીપડાએ હિંસક હુમલો કરી ત્રણ બકરાનું મારણ કર્યું…

ProudOfGujarat

વડોદરા : એન.આર. સી બિલના વિરોધમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ગોધરામાં પરીંદાભી પર નહીં માર શકતા જેવા : લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કાલે ગણપતિ વિસર્જન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!