દિપાવલી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ જિલ્લા કે જે ઔદ્યોગિક ક્ષેત્રનું હબ ગણવામાં આવે છે અને જ્યાં હજારો એકમો ધમધમે છે તેવા ઔદ્યોગિક જીલ્લામાં આજે પણ મોટાભાગની કંપનીઓમાં કર્મચારીઓને ચાલુ માસનો પગાર તેમજ દીપાવલી પર્વ નિમિત્તે કર્મચારીઓને સરકારી ધારાધોરણ મુજબ ચૂકવવું પડતું બોનસ ચૂકવાયું નથી જેના પગલે કર્મચારીઓ અને કામદારોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે તો બીજી બાજુ કર્મચારીઓ અને કામદારો પાસે નાણાં ન હોવાના પગલે તેઓ દિવાળીની ખરીદી કરી શકતા નથી જેથી ભરૂચ જીલ્લાનાં બજારોમાં હજી ખરીદીની તેજી જણાતી નથી. દિપાવલી પર્વની શરૂઆત થવાને આડે હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે ત્યારે બજારમાં ઘરાકી ન થતાં વેપારીઓ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે ત્યારે હાલ લોકો પોતાના બાળકો માટે ખરીદી કરતા હોવાનું જણાઈ રહ્યું છે જેથી બજારમાં થોડા ઘણા અંશે તેજીનો માહોલ જણાઈ રહ્યો છે. વેપારીઓએ દીપાવલી પર્વ નિમિત્તે વેચાણ અર્થે ભરેલ માલ સામાનનું વેચાણ થયું નથી મંદી અને મોંઘવારીના પગલે આવી પરિસ્થિતિનું સર્જન થયું છે.
ભરૂચ : હજી બોનસ અને પગાર ન ચૂકવાતા કર્મચારીઓ અને કામદારોમાં રોષની લાગણી.
Advertisement