Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ તરીકે મારૂતિસિંહ અટોદરીયાની નિમણુક કરાઈ.

Share

ભરૂચ જિલ્લાનાં ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ કોણ બનશે તે અંગે લાંબા સમયથી અટકળો ચાલતી હતી ઘણા નામો પ્રમુખ તરીકે ચર્ચાતા હતા પરંતુ પ્રદેશ સ્તરથી મારૂતિ સિંહ અટોદરીયાનાં નામની જાહેરાત થતાં તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી અને એમ મનાતું હતું કે દિવાળી બાદ જિલ્લા પ્રમુખની જાહેરાત કરવામાં આવશે આવી તમામ અટકળોનો અત આવી ગયો હતો.

ભારતીય જનતા પાર્ટીનાં ભરૂચ જિલ્લાના પ્રમુખની જાહેરાત કરવામાં આવતા સહકારી ક્ષેત્રના આગેવાન પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને હાલના નગર પાલિકા સભ્ય તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં ઉપપ્રમુખ મારૂતીસિંહ અટોદરીયાને જિલ્લા પ્રમુખ પદે નિમણુક કરવામાં આવી હતી. જુના ભરૂચના હાજીખાના વિસ્તારમાં રહેતા મારૂતીસિંહ વર્ષો જુના ભાજપનાં સભ્ય છે, તેમજ નવરાત્રી અને શ્રીજી મહોત્સવનાં આયોજક હોવાથી ખુબ લોક પ્રિયતા ધરાવે છે.

Advertisement

Share

Related posts

નાશિકમાં ડ્રગ ફેક્ટરી પર દરોડામાં 300 કરોડનું મેફેડ્રોન જપ્ત કરાયું

ProudOfGujarat

ઝઘડીયા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ ઇસ્યુ કરવામાં થતા વિલંબથી જનતાને હાલાકી.

ProudOfGujarat

જુગારીયાઓને ઝડપી પાડતી જંબુસર પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!