ભરૂચ તાલુકાના ઝંઘાર ગામમાં ખેડૂતોને વિજળી પુરવઠો નિયમિત રીતે અધવચ્ચે કટ થઈ જતાં છેવટે ઝંઘાર ગામનાં સરપંચની આગેવાની હેઠળ ખેડૂતોએ રવિવારે પાલેજ જી.ઇ.બી માં રજુઆત કરી હતી. ખેડૂતોને પુરવઠો પાલેજ એસ.એસ માંથી મળે છે. તે વચ્ચેનાં સેગવા વરેડિયા ગામોમાંથી હેલ્પરો સ્વીચ ઓફ કરી પુરવઠો વારંવાર ખોરંભે પાડતાં હોવાનો આક્ષેપ કરી નબીપુર પોલીસમાં ખેડૂતોએ સહીઓ સાથે અરજી પણ આપી જરૂરી કાયદેસરના પગલાં લેવાની પણ માંગ કરી હતી.
એક તરફ ખેડૂતોનો પાક સુકાય છે. બીજી તરફ તંત્ર ખેડૂતોને હલદરવા અને પાલેજની કચેરીએ ધરમ ધક્કા ખવડાવતા હોવાના ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે. ખેડૂતોનો ઉભો પાકો કપાસ, તુવેર સુકાય છે. ઘઉંની ખેતી માટે ખેતરો તૈયાર કરવાના હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે.
યાકુબ પટેલ : ભરૂચ
Advertisement