કલેક્ટર કચેરી – ભરૂચ ખાતે ૧૧(અગિયાર) માસની મુદ્દત માટે કરાર આધારિત કાયદા અધિકારીશ્રીની ૦૧(એક) જગ્યા ભરૂચ તથા નર્મદા જિલ્લા માટે નિમણંૂક કરવાની થાય છે. આ અંગેની અરજીઓ નીચેની લાયકાત/અનુભવ ધરાવતા ઉમેદવારશ્રીઓ પાસેથી તા.૨૫/૦૧/૨૦૧૮ સુધીમાં કલેક્ટર કચેરી ભરૂચ ખાતે રૂબરૂ/ટપાઇ દ્વારા મંગાવવામાં આવે છે. અરજીમાં ઉમેદવારનું નામ, રહેઠાણનું સ્થળ(કાયમી/હંગામી), મોબાઇલ નંબર, શેક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર – પુરાવા અરજી સાથે સામેલ રાખવા. અરજદારની ઉંમર ૪૦(ચાલીસ) વર્ષથી વધુ હોવી નહી.
- શૈક્ષણિક લાયકાતઃ-
- કાયદા(સ્પેશ્યલ)ની ડીગ્રી અથવા કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા દ્વારા સ્થપાયેલ યુનિવર્સીટી દ્વારા એચ.એસ.સી. બાદ પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાનું ડીગ્રી અથવા યુનિવર્સીટી માન્ય કમિશન એક્ટ – ૧૯૫૬ ની કલમ -૩ દ્વારા સ્થપાયેલ યુનિવર્સીટી દ્વારા મેળવેલ કાયદાની ડીગ્રી.
- ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમો – ૧૯૬૭ માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન.
ગુજરાતી અને/અથવા હિન્દીનું પુરતું જ્ઞાન.
- અનુભવઃ-
- હાઇકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં એડવોકેટ અથવા એર્ટની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા હાઇકોર્ટમાં એડવોકેટ અથવા એર્ટની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકાર હસ્તકના બોર્ડ નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ. ઉકત અનુભવ અંગેના પ્રમાણપત્ર ઉમેદવારશ્રીએ જ્યા પ્રેક્ટીંસ કરી હોય તે રજીસ્ટ્રારશ્રી – હાઇકોર્ટ, સંબંધિત જિલ્લાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજશ્રી, અથવા સંબંધિત સીટી સિવિલ કોર્ટના મ્યુનિસિપલ સિવિલ જજશ્રી અથવા કંપની કાયદા, સરકાર હસ્તકના નિગત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કેરીના વડા દ્વારા પ્રમાણિત કરેલ હોવા જોઇશે.
ઉમેદવારશ્રી ગુજરાતીમાં બોલી, વાંચ, અને લખી શકે તે અંગેનું જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકે તે મુજબનું જ્ઞાન હોવું જોઇએ. આ જ્ઞાન હોવા અંગેના પ્રમાણપત્ર ઉપર મુજબના અધિકારીશ્રીઓ દ્વારા પ્રમાણિત કરેલ પ્રમાણપત્ર બીડવાનું રહેશે.
- પગારઃ-
પગાર માસિક રૂા.૪૦,૦૦૦/- ફિક્સ.
આ સિવાયની અન્ય બોલીઓ, શરતો બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીઓની વિગતો આ કચેરીના નોટીસ બોર્ડ પર જોઇ શકાશે એમ સંદીપ જે. સાગલે, કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જણાવ્યું છે.