આજરોજ અંકલેશ્વર વાલી મંડળનાં પ્રમુખ શૈલેષ મોદીની આગેવાનીમાં અંકલેશ્વર વાલી મંડળ તેમજ NSUI તરફથી જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવમાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીનાં પગલે વાલીઓની કથળી ગયેલ આર્થિક પરિસ્થિતિનાં કારણે તેઓ શાળા માંગે છે તે મુજબ ફી ભરી શકતા નથી. વાલીઓની આવી પરિસ્થિતિનાં પગલે વિદ્યાર્થીઓનાં ભણતર પર અસર પડે તેવી સંભાવના ઊભી થઈ છે. બીજીબાજુ સરકારનાં 25 % ફી માં રાહત આપવાના પરિપત્રને શાળાઓ અમાન્ય કર્યું હોય તેમ 25 % રાહત આપવામાં આવે નથી જે અંગે અંકલેશ્વર વાલી મંડળ દ્વારા તેમજ NSUI નાં સંયુકત ઉપક્રમે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં શાળા સંચાલક દ્વારા વધારે ફી લેવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી તેમજ ફી અંગે જીલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. NSUI નાં પ્રમુખ યોગી પટેલે પણ ભારપૂર્વક જણાવ્યુ હતું કે શાળાઓ દ્વારા જે વધારે ફી ની વસૂલાત કરાવાય છે તેને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને તેમને પણ જીલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં સમિતિ રચવા અંગે અપીલ કરી હતી જેથી વધારે ફી વસૂલતી શાળાઓ સામે પગલાં લઈ શકાય. શિક્ષણ જગતના માફિયા ઓને અંકુશમાં રાખવા જરૂરી છે NSUI અને અંકલેશ્વર વાલીમંડળ દ્વારા ફી વધારે લઇ જો શોષણ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. જોકે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા યોગ્ય કરવા ખાત્રી આપી હતી.
ભરૂચ : NSUI અને અંકલેશ્વર વાલી મંડળ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું.
Advertisement