સમસ્ત ભરૂચ જિલ્લા માછી સમાજ દ્વારા ભાડભૂત ખાતે ભાડભૂત યોજના અંગે નિર્ણય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અગાઉ થી જાહેરાત કરી હોવાથી વહેલી સવાર થી ભરૂચ તાલુકાના ભાડભૂત ખાતે પોલીસ બંદોબસ્ત નો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ચારે તરફ કિલ્લા બંધી કરી દેવામાં આવી હતી. ભાડભૂત આવનાર જનાર તમામ વ્યક્તિઓ ની પૂરતી તપાસ કરવામાં આવી રહી છે. ભાડભૂત બેરેજ યોજના જાહેર થઈ અને તેનું ભૂમિ પુજન કરવામાં આવ્યું ત્યાર થી આ યોજના માછીમાર સમાજ માટે વિવાદિત સાબિત થઈ છે. કેટલાક માછીમારો હજી પણ એમ માને છે કે આ યોજનાના પગલે માછીમાર સમાજને ખુબ મોટું આર્થિક નુકસાન થશે. આ અગાઉ પણ આ યોજનાના વિરોધમાં રેલી, આવેદન પત્ર અને ધરણા જેવા કાર્યક્રમો યોજાયા હતા. આજે નિર્ણય સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૂર્વે માછીમાર સમાજ ના બે આગેવાનો ની અટક કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જોકે આ અંગે હજી પોલીસ સમર્થન પ્રાપ્ત થયું નથી. માત્ર લોકોમાં આ બાબત ચર્ચાઈ રહી છે.
ભરૂચ તાલુકાના ભાડભૂત ખાતેના નિર્ણય સંમેલન અંગે બે ની અટક જો કે સત્તાવાર સમર્થન નહીં
Advertisement