Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સી ને પોહચી વળવા ભરૂચ 108 એમ્બુઅલન્સ ની ટીમ સજ્જ.

Share

Covid-19 ની મહામારી વચ્ચે પણ નાગરિકો માં દિવાળી ના તેહવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે 108 ઇમર્જન્સી સેવાના કર્મીઓ દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકો ને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવી છે. તેમજ કોઈ પણ સમયે 24/7 કોઈ પણ ઇમર્જન્સી ને ઝડપ થી પ્રતિસાદ આપવા માટે 108 એમ્બુઅલન્સ ભરૂચની ટીમે તૈયારીઓ કરી લીધી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આ ત્રણ મુખ્ય દિવસો માં અકસ્માત ના તેમજ અન્ય ઇમર્જન્સી કેસો માં નોંધ પાત્ર વધારો થાય છે. તેમાં પોહચી વડવા ભરૂચ 108 ના કર્મીઓ એ પોતે નોકરી પર હાજર રહી અને તહેવારો ની ઉજવણી કરશે અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તેમાટે તૈયારીઓ સાથે 24/7 ખડે પગે રહેશે.
ભરૂચ જિલ્લા ના બધાજ નાગરિકો પોતાના વ્હાલાઓ સાથે હર્ષોલ્લાસ થી તહેવારો ની મોજ માની શકે તે માટે 108 ના કર્મીઓ ફરજ પર હાજર રહી વિડિઓ કોલ જેવી (વર્ચુલ- ઉજવણી) પધ્ધતિથી પોતાના પરિવાર સાથે ઉજવણી માં સામેલ થશે. ખરેખર 108 ના કર્મીઓ તેમજ પોલીસ તેમજ હોસ્પિટલના કર્મીઓને સો સો સલામ કે જેઓ મહામારી હોય કે તહેવારો પોતાના ઘરે થી દૂર રહી નાગરિકો માટે ખાડે પગે રહે છે. 108 ની ટીમ દ્વારા દિવાળીના તહેવારોમાં ઇમર્જન્સી ને પોહચી વડવા અને 24/7 ખડે પગે રહેવા પુરી તૈયારીઓ કરી લીધી છે. દિવાળી ના તહેવારો માં ઇમર્જન્સી માં થતો વધારો માટે ની આગાહીઓ ના આંકડા ઓ નીચે મુજબ ના છે. જેમાં છેલ્લા ચાર વર્ષ ના આંકડા તેમજ ચાલુ વર્ષે દિવાળી ના ત્રણ દિવસ માં કેટલી ઇમર્જન્સી આવી શકે તેની આગાહી (forcasting) આપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ટોક્યો ઓલિમ્પિક: ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને રચ્યો ઈતિહાસ: 41 વર્ષ બાદ જીત્યો મેડલ

ProudOfGujarat

મધ્યપ્રદેશના વિદિશામાં કુવામાં પડી ગયા 15 લોકો : બચાવ માટે NDRF ની ટીમ રવાના.

ProudOfGujarat

વડોદરાનાં તાંદલજા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તૂટી ગયેલી ડ્રેનેજનું કામ નહીં કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!