ભરૂચ જિલ્લામાં આજે બપોરનાં 3:39 નાં સમયે ધરા ધ્રુજી ઉઠી હતી. 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભય ફેલાયો હતો. આ ભૂકંપ માત્ર 3 થી 4 સેકન્ડ સુધી અનુભવાયો હતો, જેનું એ.પી સેન્ટર નેત્રંગ તાલુકાનાં મોટામાલપુર હોવાનું જણાયું છે. ભૂકંપનાં આંચકાની સૌથી વધુ અસર ઝાડેશ્વર વિસ્તાર અને મક્તમપુર વિસ્તારમાં જણાય હતી. જ્યાં બહુમાળી બિલ્ડીંગમાં રહેતા લોકો નીચે ઉતરી આવ્યા હતા, જયારે ઝુંપડપટ્ટી વિસ્તારમાં પતરા હલતા લોકો ઝૂંપડાની બહાર નીકળી આવ્યા હતા. તેમજ જુનાબજારનાં વિવિધ વિસ્તાર જેવા કે હાજીખાના, ચકલા વગેરે વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો.
ભરૂચ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમા પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. શુકલતીર્થ, નિકોરા, તવરા, નબીપુર, પાલેજ વગેરે ગામોમાં પણ ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. ભરૂચ નજીક નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ પરથી પસાર થતાં વાહન ચાલકોએ પણ કેટલીક સેકન્ડ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. 2 થી 3 સેકન્ડ સુધીનો જ ભૂકંપનો આંચકો હોવાથી વાહન ચાલકોને નુકશાન થયું ન હતું.
ભરૂચ જિલ્લામાં બપોરનાં સમયે ધરા ધ્રુજી ઉઠી… ભૂકંપનાં આંચકાથી ભય ફેલાયો…
Advertisement