Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નગરપાલિકા ખાતે વિરોધપક્ષ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવા સામે સત્તાધારી પક્ષે પોલીસની દીવાલ ઊભી કરી.

Share

આજે તા.7/11/2020 ના રોજ અગાઉ જાહેર કરેલ પ્રોગ્રામને અનુલક્ષીને ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા એવા સમસાદઅલી સૈયદ અને તેમના સાથી સભ્યોએ નગરપાલિકા ખાતે જનતા સભાનું આયોજન કર્યું હતું. પરંતુ તેની આડે પોલીસની મજબૂત દીવાલ શાસક પક્ષે કરી હતી. શાસક પક્ષ એવા ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસ દરવાજા પર જ ખડકી દેવામાં આવી હતી ખૂબ જ ધક્કામુક્કી બાદ છેવટે કેટલાક લોકો નગરપાલિકા કંપાઉન્ડમાં પ્રવેશી શકયા હતા.

પોલીસે શાલીમાર નજીક તેમજ સિવિલ તરફ જવાના રસ્તા પર કોર્ડન કરીને નગરપાલિકા તરફ જતાં લોકોને રોકયા હતા. નવાઈની બાબત એ છે કે આજના દિવસે કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ન હતું તેમ છતાં બળપૂર્વક લોકોને નગરપાલિકા તરફ જતાં રોકવામાં આવ્યા જેથી ભરૂચ નગરના લોકોના કામો અટવાયા તે અંગેની જવાબદારી કોની તે અંગે લોકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ભરૂચ નગરમાં આજના દિવસના બનાવનાં તીવ્ર પ્રત્યાધાત પડયા હોય તેમ જયાંને ત્યાં વિરોધ પક્ષ આયોજિત જનતા સભાની વાત ચાલી રહી છે. પોલીસ હોવા છતાં અને પોલીસ બળનો ઉપયોગ કરતાં ખૂબ મોટી સંખ્યામાં લોકો નગરપાલિકા કેમ્પસમાં દાખલ થઈ શકયા હતા. વિરોધ પક્ષનાં નેતા સમસાદઅલી સૈયદે જણાવ્યુ કે દંડક હેમેન્દ્ર કોઠીવાલા, સલિમ અમદાવાદી, ઇબ્રાહિમ કલકલ, લાલભાઈ શેખ, ભરૂચ નગર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રીત શોખી અને અન્ય સભ્યો હાજર છે ત્યારે જનતાનાં કામો અમારા હાથમાં છે આ કામો કરવા પડશે તેનો કોઈ છૂટકો નથી એમ તેમણે ગર્જના સાથે જણાવ્યુ હતું. પોલીસ દ્વારા 16 જેટલા કાર્યકરોની અટક કરવામાં આવી હતી.

– આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળનાં કાર્યકરોનો તીવ્ર આક્રોશ :

જનતા સભાનું આયોજન કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળનાં આગેવાનો અને કાર્યકરો પણ નગરપાલિકાના વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. તેમના હાથમાં ભાજપ પ્રેરિત ભરૂચ નગરપાલિકા કૌભાંડોનું હબ અને પાલિકા નગરસેવકો માટે કમાણીનું સાધન તેવા સૂત્રો લખેલ પાટીયા જણાયા હતા.

કાર્યકરોએ એક વેધક પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો તેમને પૂછ્યું હતું કે કયા કાયદાનાં અન્વયે લોકોને નગરપાલિકામાં જતા અટકાવાઇ રહ્યા છે ? શું કોઈ જાહેરનામુ છે આ અંગે પોલીસ તંત્ર અને અન્ય તંત્રને પૂછવામાં આવતા કોઇ જાહેરનામુ બહાર પાડવામાં ન આવ્યાનું જણાવાયું હતું.

– નગરપાલિકા પ્રમુખનું વિવાદાસ્પદ નિવેદન :

Advertisement

વિરોધ પક્ષ દ્વારા જનતા સભા યોજાઈ જેમાં પોલીસની કિલ્લેબંધી વચ્ચે પણ લોકો ઉમટી પડ્યા ત્યારે નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે વિરોધ પક્ષ આયોજિત જનતા સભામાં વિરોધ પક્ષના ચૂંટાયેલા 12 નગરપાલિકાના સભ્યો પણ હાજર ન હતા એમને એમ પણ જણાવ્યું કે આગામી ચૂંટણી લોકોને દેખાઈ રહી છે તેથી આ બધા સ્ટંટ થઈ રહ્યા છે. આમ જ્યારે લોકો પોતાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે ત્યારે પ્રમુખને પ્રશ્નોની રજૂઆત સ્ટંટ સમાન લાગે છે એ બાબત વિચિત્ર કહી શકાય અને આ વિવાદિત નિવેદન પણ ટોક ઓફ ધી ટાઉન કહી શકાય.


Share

Related posts

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન પર અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

વડોદરામાં સયાજી હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને પ્રસુતિ વિભાગ સજ્જ.

ProudOfGujarat

ભરૂચ : રાજકીય પક્ષોમાં ટીકીટ મેળવવા માટે આંતરિક ઘમાસાણ,પોતાના માનીતા ચહેરા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રાખવા લોબિંગ શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!