Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ધી કુડીયા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તાની કામગીરી કરવાની ફરજ નગરપાલિકાને કેમ પડી ? ચાલતી લોકચર્ચા…

Share

ભરૂચ નગરનાં લોકોમાં હાલ ધી કુડીયા વિસ્તારમાં બનતા અને સમારકામ કરતા રસ્તાઆ અંગે લોકચર્ચા ચાલી રહી છે. સૌપ્રથમ પોલીસની હાજરીમાં ધી કુડીયા વિસ્તારનાં રસ્તાનું સમારકામનું કામ ચાલી રહ્યું છે નગરપાલિકા એમ કહી રહી છે કે આ રસ્તાનું ઉપલુ લેયર નિયમ મુજબ બનેલ નથી હવે જો નિયમ મુજબ નહીં બન્યું હોય તો જે તે સમયે કોન્ટ્રાક્ટરને તાકીદે કેમ ન કરી તેમજ અધિકારીઓએ સ્થળ પર જઇ શું ધ્યાન આપ્યું તેવા પ્રશ્નો પણ લોકોના મગજમાં ઊભરી રહ્યા છે જે લોકો આ રસ્તા પરથી પસાર થઇ રહ્યા છે તેમજ સ્થાનિકો અને વાહન ચાલકોનાં જણાવ્યા મુજબ આ રસ્તો ભરૂચ નગરનાં અન્ય રસ્તાઓ કરતાં અનેક ઘણો સારો હોવાનું કહેવાય રહ્યું છે છતાં આ રસ્તાનું સમારકામ કરાવાઇ રહ્યું છે.

કોરોના મહામારીને પગલે આમ પણ લોકોને ભય છે તેમ પોલીસની વગર કારણની હાજરી લોકોના મગજમાં વધુ ભય ઊભો કરી રહી છે તે સાથે આ વિસ્તારનાં સિમેન્ટ કોંક્રીટ અને નગરપાલિકાના જણાવ્યા અનુસાર મજબૂત રસ્તા પર હાલ કપચી દેખાઈ રહી છે ત્યારે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે નગરપાલિકાનાં ધારાધોરણ અને નિયમો વિસ્તારો મુજબ અને કોન્ટ્રાક્ટર મુજબ બદલાઈ રહ્યા છે તો બીજી તરફ મહેકમ ઓછું હોવા છતાં આવી બાબતોમાં પણ પોલીસ બોલાવવામાં આવી રહી છે. આ સાથે લોકો ભરૂચ નગરપાલિકા અને પોલીસ સાથેનો સંબંધ પણ જુદી રીતે મુલવી રહ્યા છે. એક તરફ જ્યારે નગરપાલિકાનાં સામાન્ય સભાનાં વિવાદમાં પોલીસ બંદોબસ્તનો ખડકલો કરવામાં આવ્યો હોય તે સાથે રસ્તાના સમારકામમાં પણ પોલીસ પાવરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે ખરેખર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોના જણાવ્યા મુજબ વિકાસના કામો કરાયા હોય તો આવા પોલીસ પાવરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે ? શું તેઓ એમ માની રહ્યા છે કે ભરૂચની જનતા વિકાસને માની રહી નથી ? કે લોકશાહીનું ખૂન કરી હિટલર શાહી તરફ જવાનું પ્રથમ ચરણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : પીપરીપાન ગામે એસ.એસ.સી. પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ.

ProudOfGujarat

અંકલેશ્વર સહયોગ હોટલ પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર ફોરવીલ ગાડી ને ટેમ્પોની ટક્કર વાગતા ફોરવિલ ગાડી ડીવાઈડર ઉપર ચડી.ડ્રાઇવર શહીદ પરિવારજનોનો બચાવ…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં એક ગામેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!