Proud of Gujarat
FeaturedGujaratINDIA

ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ બનાવેલા કોડિયા, અગરબત્તી તેમજ દિવાળીમાં ડેકોરેશનની આઈટમોનું એક્ઝિબિશન Epoxy ડિવિઝનમાં ગ્રાસીમ કંપની ખાતે યોજાયું.

Share

આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે દેશના પ્રધાનમંત્રી મોદીએ હવે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાતનું સ્વપ્ન જોયું છે. દેશમાં દરેક સ્વદેશી ચીજ વસ્તુનું ઉત્પાદન કરી અને દેશના નાગરિકોને આત્મનિર્ભર બનાવવા હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે.

કોરોના કાળમાં પણ દિવાળીની તૈયારીઓમાં દેશ અને રાજ્યની જનતા લાગી ગઈ છે. દીપોત્સવી જ એકમાત્ર એવો તહેવાર છે, જે ભારત સહિત તેની આસપાસના કેટલાય દેશોમાં અલગ અલગ રીતે રિવાજોની સાથે મનાવવામાં આવે છે. દિવાળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. બજારમાં કપડાના વેપારીઓ, ફટાકડાના વેપારીઓની દુકાન ઉપર હવે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ ચાઇનીઝ માલની ખરીદી હવે બંધ કરી અને લોકો મેક ઇન ઇન્ડિયા તરફ વળ્યા છે. ખાસ કરીને દિવાળીમાં જો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો એ દરેક ઘરો પર દિવાળીના દિવસોમાં મુકવામાં આવતા દીવડા હોય છે. આ વખતે લાઇટિંગ સીરીઝનું સ્થાન મહદઅંશે દીવડા લઈ શકે છે.

ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ વસ્તુઓમાં ખાસ કરીને કોડિયાં, અગરબત્તી અને ડેકોરેશનની આઈટમોનું epoxy ડિવિઝન ગ્રાસિમ કંપની વિલાયત ખાતે એક્ઝિબિશન કરવામાં આવ્યું.

કંપનીના યુનિટ હેડ શ્રી રાકેશ ચોકસી તથા શ્રી અતુલ સાહુ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના વિકલાંગ બાળકોને મળેલા સહયોગથી સંસ્થા દ્વારા તેઓનો આભાર માનવામાં આવ્યો હતો. અહીં યોજાયેલા એક્ઝિબિશનમાં કંપનીના સભ્યોનો પણ ખૂબ જ સહયોગ રહ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદી, એડવાઇઝર પ્રિયંકા શ્રીવાસ્તવ અને શિક્ષકોએ હાજરી આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર લકઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

લીંબડીના મોટાટીંબલા ગામે સેવાસેતુ યોજાયો જેમાં અલગ અલગ અરજીનો નિકાલ થયો

ProudOfGujarat

અદાણી સીએનજીના ભાવમાં વધારો, વાહન ચાલકો પર ફરી મોંઘવારીનો માર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!