ભરૂચ નગરપાલિકા સત્તા પક્ષ દ્વારા આજે હવે ટર્મ પૂરી થવાની છે ત્યારે છેલ્લી છેલ્લી ઓવરોમાં પણ શાસક પક્ષ દ્વારા ભ્રષ્ટાચારનું બેટિંગ કરવા માટે કોરોનાનું બહાનુ બતાવી સર્કયુલર ઠરાવ કર્યો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.
આજે તા. 5-11-2020 નાં રોજ ભરૂચ નગરપાલિકા ખાતે પોલીસનો કડક બંદોબસ્ત ખડકી દેવાં આવ્યો હતો. તેમ છતાં વિપક્ષનાં નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, પૂર્વ વિપક્ષનાં નેતા સલિમ અમદાવાદી, ઇબ્રાહિમ કલકલ, વિકી શોખી તેમજ અન્ય કોંગ્રેસી સભ્યો નગરપાલિકા ખાતે પહોંચી જઇ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ તેજપ્રીત શોખી અને રાધે પટેલની હાજરીમાં જણાવ્યુ હતું કે કાયદાકીય ધોરણે દરેક નગરપાલિકાની સામાન્ય સભા દર 3 મહિને યોજાવી જોઈએ પરંતુ પાલિકા પ્રમુખ દ્વારા પાલિકાનાં સભ્યોને સર્કયુલર ઠરાવ ફેરવી એજન્ડા મંજૂર કરાવી લેવા માટે વારંવાર ટેલિફોનિક વિનંતી કરાઇ હતી પરંતુ ભરૂચની જનતા અને શહેરનાં વિકાસનાં હિતમાં વિકાસનાં કામોની ચર્ચા થવી જરૂરી હોવાથી સર્કયુલર એજન્ડા પર આધારિત વિપક્ષને માન્ય નથી એવો આક્ષેપ પણ કરાયો કે સામાન્ય સભા યોજવામાં જાણી જોઈને વિલંબ કરાયો હતો આ સાથે એમ પણ જણાવાયું કે જો સર્કયુલર ઠરાવ કરવામાં આવશે તો વિપક્ષ જનતા સભા કરશે પરંતુ અહંકારમાં અંધ બનેલા સત્તાધીશોએ કે જેમને જનતાએ ચૂંટીને મોકલા છે તે તેમણે જનાતનું હિત પણ ના જોઈ ભ્રષ્ટાચાર કરી છેલ્લે છેલ્લે મલાઇ ખાવાની મળે તે ખાઈ લેવી તેવી બદદાનત સાથે વિપક્ષ કોઈ ચર્ચા ના કરે એવું ષડયંત્ર કરી 38 જેટલા એજન્ડાનાં કામો કરી ઠરાવ કરી નગરપાલિકા અધિનિયમની અવગણના કરી ગેરકાયદેસર કૃત્ય કરેલ છે. આ અંગે નગરપાલિકાનાં સત્તાધીશો જે નિયમનો હવાલો આપ્યો છે તે નગરપાલિકા અધિનિયમ ની કલમ 163 (51) માં આ રીતે સર્કયુલર ઠરાવ કરવાનો કોઈ ઉલ્લેખ જ નથી આમ પાલિકા સત્તા ધારીઓએ પોતાનાં ઘરના નિયમો બનાવી મનસ્વી રીતે કારભાર કરવાનો મનસૂબો કરેલ છે જે અંગે વિપક્ષે વાંધો રજૂ કરવા છતાં સત્તાધીશોએ કોરોનાનું ખોટું બહાનું કાઢી સામાન્ય સભા બોલાવી નથી. હાલમાં જો ચૂંટણી યોજાતી હોત, રેલીઓ નીકળતી હોય, રાજકીય સભાઓ ઉપરાંત ભરૂચ જીલ્લાની અન્ય નગરપાલિકાઓમાં રાજયની મહાનગરપાલિકામાં સામાન્ય સભાઓ યોજાતી હોય તેવામાં અત્યારે ભભરૂચ નગરપાલિકાનુ સમય અનુસાર સભા અંગેનું કોરોનાનું બહાનું શંકા ઉપજવનારું લાગી રહ્યું છે. પોલીસને આગળ કરી સત્તાધારી પક્ષ લોકશાહીનું પૂરું કરી રહ્યા છે જનતા હિતમાં અને શહેરના વિકાસમાં તા.7-11-2020 શનિવારે સવારે 11 વગરે વિપક્ષ દ્વારા જનતા સભા કરી શહેરનાં વિકાસનાં કામોનો નિર્ણય લેવામાં આવશે. સર્કયુલર ઠરાવમાં હિટલર શાહીનો અંત લાવવા માટે પણ સમસાદ અલી વિપક્ષનાં નેતા છે તેમનાં દ્વારા પણ રજુયાત કરવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા યોજવા અંગેના વિપક્ષે આપેલ 72 કલાકનાં અલટીમેટમનો અંત થતાં વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા.
Advertisement