ભરૂચ જિલ્લામાં મહિલાઓની સજાગતા અને સભાનતામાં સતત વધારો થઈ રહ્યો છે તેના એક ભાગરૂપે જિલ્લાની 25 થી વધુ આગેવાન મહિલાઓ કોંગ્રેસમાં જોડાઈ હતી, આવી પ્રતિભાશાળી મહિલાઓને આવકારતા ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં અગ્રણીએ જણાવ્યું હતું કે સામાજિક, આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં મહિલાઓએ ખુબ સહન કરવું પડ્યું છે મહિલાઓ પોતાની જાતને તમામ રીતે સુરક્ષિત રાખવા માંગે છે મહિલાઓ તેમની થતી અવગણના સહન કરવા માંગતી નથી તેથી તેઓ કોંગ્રેસમા જોડાઈ રહી છે તેમને આવકારતા અનહદ આનંદની લાગણી અનુભવી રહી છું એમ ભરૂચ જિલ્લા મહિલા અગ્રણી સુહાસબેન ડાભીએ જણાવ્યું હતું.
હાલના સમયમાં ડુંગળી બટાકાના ભાવ આસમાને પહોંચ્યા છે તો શાકભાજી અને ફ્રૂટનાં ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આજની મહિલાઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કયાંકને કયાંક ઝઝુમવું પડે છે આથી આજે ભરૂચની રાજકીય સામાજિક પરિસ્થિતી ડામાડોર બની છે ત્યારે ભરૂચ કોંગ્રેસ સમિતિમાં 25 થી વધુ મહિલાઓ જોડાઈ હતી. ભરૂચ જીલ્લાનાં કોંગ્રેસી અગ્રણી મહિલાઓએ નવા જોડાયેલા મહિલાઓને ખેસ પહેરાવી આવકાર્યા હતા.
ભરૂચ જિલ્લામાં 25 થી વધુ મહિલાઓ કોંગ્રેસમાં જોડાયાં…
Advertisement