Proud of Gujarat
FeaturedGujaratINDIALifestyle

જીવન જરૂરી ચીજવસ્તુઓનાં ભાવ આસમાને જતાં આમ આદમી પરેશાન….જાણો વધુ.

Share

જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનાં ભાવ આસમાને જતાં સામાન્ય માનવી મુંજવણમાં મુકાયો છે દેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ થતાં જ તમામ ખાદ્યસામગ્રી અને શાકભાજીનાં ભાવમાં નોંધપાત્ર વધારો થતાં મધ્યમવર્ગીય પરિવારને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દેશમાં લોકડાઉનનાં સમયમાં જે વસ્તુનાં સામાન્ય ભાવ હતા તે વસ્તુઓનાં આજે ઊંચા ભાવ વસૂલાતા લોકોની કમર ભાંગી ગઈ છે. અનલોકની શરૂઆત થતાં જ ઘરખર્ચમાં વધારો થયો છે ઉપરાંત શાળાઓ બંધ છે પરંતુ ઓનલાઈન શિક્ષણ ચાલુ હોવાથી વાલીઓનાં મોબાઈલનાં ખર્ચા પણ વધ્યા છે. દેશમાં લોકડાઉન બાદ મધ્યમવર્ગીય તમામ પરિવારો કયાંકને કયાંક આર્થિક ભીંસમાં પિસાઈ રહ્યા છે.

દેશમાં લોકડાઉનનાં સમયમાં સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો પર લોકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવતું હતું અને તે સમયમાં શાકભાજી, અનાજ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ નીચા હતા પરંતુ દેશમાં જયારથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી શાકભાજી, અનાજ તેમજ જીવન જરૂરી વસ્તુઓનાં ભાવમાં કમર તોડ વધારો ઝીંકાયો છે. અનાજ, કઠોળ, શાકભાજી, ખાદ્યતેલ, કપડાં અને બુટ-ચંપલનાં ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે આથી દેશમાં વસવાટ કરતાં મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે.

સામાન્ય પરિવારમાં વસવાટ કરતાં લોકો જણાવે છે કે દેશમાં લોકડાઉન થયું ત્યારબાદ જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓનાં ભાવ આસમાને પહોંચ્યા છે પરંતુ સામાન્ય પરિવારની આવક કે પગારમાં કોઈ વધારો ન થતાં અમારી પરેશાનીમાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે.

Advertisement

જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓમાં શાકભાજીના ભાવમાં ડુંગળી અને બટાકાના ભાવ તો જાણે મધ્યમવર્ગીય પરિવાર માટે ખરીદવા મુશ્કેલ બન્યા હોય તેમ સરકારે મોંધાદાટ કર્યા છે. શાકભાજી કે અનાજ કરિયાણામાં સરકારનો કોઈ અંકુશ ન હોવાથી મધ્યમવર્ગીય પરિવારોની એક સાંધો ત્યાં તેર તૂટે એવિ સ્થિતિનો ઘાટ ધડાયો છે. ત્યારે સૌથી વધુ મોંધવારી શાકભાજીમાં જોવા મળી છે માત્ર 8 થી 10 રૂ. પ્રતિ કિલો લોકડાઉનનાં સમયમાં બટાકા મળતા હતા જેનો ભાવ આજે રૂ.50 થી 60 પ્રતિ કિલોએ પહોંચ્યો છે.

તેમજ ડુંગળી પણ પહેલા રૂ. 10 થી 12 ની પ્રતિ કિલો મળતી હતી જેનો ભાવ પણ હાલ રૂ. 60 થી 80 1 કિલોના વસૂલાઈ છે તો તમામ પ્રકારનાં કઠોરનો ભાવ રૂ. 60 થી 90 સુધીનો હતો જેનો ભાવ આજે આસમાને જતાં રૂ.120 થી 200 સુધી લેવામાં આવતા મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીમાં વધારો થયો છે તો ઘઉનો લોટ રૂ.20 થી 22 પ્રતિ કિલો મળતો હતો હાલ તેના રૂ. 30 થી 35 લેવાય છે અને રિફાઈન્ડ કપાસિયા ઓઇલ લોકડાઉનનાં સમયમાં અંદાજિત રૂપિયા 100 થી 105 પ્રતિ લિટર ભાવ હતો જેનો ભાવ આજે ઊંચકાતાં રૂ.130 થી 150 સુધીનો લેવામાં આવે છે. પહેલાના સમયમાં મધ્યમવર્ગીય પરિવારનો ઘરદીઠ કુલ ખર્ચો રૂ.10 થી 15 હજાર થતો હતો જે આજે ઘરદીઠ રૂ. 20,000 ને પાર કરી ચૂકયો છે ઉપરાંત શાળાઓમાં લોકડાઉન બાદ ઓનલાઈન શિક્ષણ શરૂ થતાં પરિવારમાં મોબાઈલ અને નેટનાં રિચાર્જનાં ખર્ચાઓ પણ વધ્યા છે. શાળાઓ દ્વાર શિક્ષણ ફી માં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. ઉપરાંત આધુનિક સમયમાં કપડાં અને ચંપલનાં ભાવમાં પણ નોધપત્ર વધારો થતાં આમ આદમીની સમસ્યાઓમાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધતાં જતાં મધ્યમવર્ગીય પરિવારના આવકના સ્ત્રોત વધ્યા નથી પરંતુ ખર્ચાળ જીવનના કારણે જીવન જીવવું પણ કપરું બન્યું છે.


Share

Related posts

આમોદ પોલીસે જુગાર રમનારા ઇસમો સહિત કુલ રૂ. ૯૯,૮૫૦/-નો મુદ્દામાલ ઝડપી પાડયો.

ProudOfGujarat

ઝઘડિયાનાં સીમધરા ગામ નજીક એસ.ટી બસને અકસ્માત નડયો.

ProudOfGujarat

મહાવીર જયંતી નીમીત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!