ભરૂચ
ને.હાઇવે નંબર 8 પર અાવેલા ભરૂચ તાલુકાના અસુરીયા ગામના પાટીયા પાસે એક અજાણ્યા વાહનની ટક્કરે એક મહિલાનું કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
Advertisement
બનાવની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારના રોજ રાત્રીના 9.45 વાગ્યાની અાસપાસ ભરૂચ તાલુકાના અસુરીયા ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરી જઇ રહેલા ભરૂચના ઝાડેશ્વર ગામમાં શ્રી નાથજી સોસાયટીમાં રહેતા શેજલબેન અલ્પિતભાઇ ચંદ્રકાંત પટેલ ઉ.વ. 37 ને કોઇક અજાણ્યા ફોર વ્હિલ વાહનના ચાલકે અડફેટે લેતા શેજલબેનને થયેલી ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યું હતું.
ઘટનાની જાણ થતા નબીપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતક શેજલબેનના મૃતદેહને પી એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જે બાબતની ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે અજાણ્યા ફરાર વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે..
હારૂન પટેલ

