આ વર્ષે ગુજરાત તથા સમગ્ર દેશમાં ઠંડીનું આગમન વહેલું થઈ ચૂકયું છે ત્યારે હવામાન ખાતાની આગાહી છે કે દેશમ આ વર્ષે ઠંડીનો પારો ગગડશે અને આગામી સમયમાં વધુ પડતી ઠંડી અનુભવાશે. પ્રતિવર્ષ નવેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના સુધી શિયાળો અનુભવાય છે આ વર્ષે વધુ પડતી ઠંડી શિયાળા દરમ્યાન પડી શકે છે તેવું હવામાન ખાતાના ડિરેકટરનું કહેવું છે.
આ વર્ષે તમામ ઋતુઓમાં પરીવર્તન અનુભવાયું છે. ચોમાસા દરમ્યાન વધુ પડતો વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન ખાતાનું એવું માનવું છે કે આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પાડવાની શકયતાઓ સેવાઇ રહી છે. આ અંગે કેન્દ્ર સરકાર દિલ્હી હવામાન વિભાગના ડિરેકટર જનરલ મૃત્યુંજય મહોપાત્રાએ જણાવ્યુ છે કે આ વર્ષે સીઝનમાં દર વર્ષે પડતી ઠંડી કરતાં વધુ પડતી ઠંડી પડી શકે છે. આ વર્ષે શિયાળાની શરૂઆત પણ દેશમાં વહેલી થઈ છે. આથી આગામી સમયમાં હાડ થીજાવતી ઠંડી પડી શકે છે. ઋતુ ચક્રમાં પણ અનેક પ્રકારના ફેરફારો દરવર્ષ કરતાં આ વર્ષે જોવા મળ્યા છે આથી હવામાન વિભાગનું એવું કહેવું છે કે ઠંડીનું જોર આગામી સમયમાં વધશે.
આ વર્ષે ચોમાસુ ઘણું લાંબુ ચાલ્યું હતું જેના ભાગરૂપે આ વર્ષે ઠંડીનું આગમન થોડું વહેલું શરૂ થયું છે. તાજેતરમાં વહેલી સવારે ઠંડો પવન ફૂંકાઈ છે તો દિવસ દરમ્યાન પણ સામાન્ય તડકો અનુભવાય છે અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. દર વર્ષે નવેમ્બર માહિનામાં દેશના મહાનગરો દિલ્હી, મુંબઈમાં સામાન્ય ઠંડી અનુભવાતી હોય છે પરંતુ આ વર્ષે નવેમ્બર માસની શરૂઆતમાં જ દિલ્હી, જમ્મુ, હરિદ્વાર સહિતના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધુ પડતો અનુભવાયો છે. જેના અનુસંધાને કહેવાઈ છે કે આ વર્ષે ગુજરાતમાં પણ ગાત્રો ગાળતી ઠંડી અનુભવાશે. જેનું મુખ્ય કારણ આ વર્ષે ઋતુ ચક્રમાં મોટા પ્રમાણમા પરીવર્તન થયું છે. આથી આ વર્ષે ઠંડીનો ચમકારો વધુ પડતો અનુભવાશે તેવું હવામાન ખાતાનું અનુમાન છે.