– મીઠાઇનું સ્થાન છેલ્લા થોડા વર્ષોમાં ડ્રાયફ્રૂટ લીધું હતું પરંતુ આ વર્ષે લોકોએ ડ્રાયફ્રૂટની ખરીદીમાં બ્રેક લગાવી.
– કોરોના મહામારી બાદ તમામ વ્યવસાયમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે તેમાં ડ્રાયફૂટની ખરીદી પણ બજારોમાં ઓછી જોવા મળી.
– દિવાળીનાં તહેવારોમાં આ વર્ષે ડ્રાયફ્રૂટનાં આકર્ષક પેકિંગનાં ન મળ્યા મોટી કંપનીઓનાં વેપારીઓને ઓર્ડર.
સમય-સંજોગો બદલાતા લોકોના ફ્લેવર અને કલેવરમાં પણ પરીવર્તન આવતું હોય છે. આ વર્ષે કોરોના મહામારીએ લોકોના બધા તહેવારો બગાડયા છે. તો શહેરનાં બજારોમાં ખરીદીનો માહોલ પણ ધીમો ચાલે છે, લોકો એક સમયે દિવાળીના તહેવારોમાં મીઠાઇ, ફરસાણ અને વિવિધ વાનગી ઘરે બનાવતા હતા ત્યારબાદ સમય અને માંગ બદલાતા લોકો મીઠાઇ ફરસાણ બહારથી લાવતા થયા, તો આ ટ્રેન્ડમાં પણ સમય વિતતા પરીવર્તન આવ્યું અને મીઠાઇનું સ્થાન ડ્રાયફ્રૂટે લીધું. લોકો એકબીજાને દિવાળીના તહેવારોમાં ડ્રાયફ્રૂટનાં આકર્ષક પેકિંગ ભેટ સ્વરૂપે આપતા હતા, પરંતુ આ વર્ષે કોરોના મહામારી બાદ તમામ વ્યવસાયમાં મંદીની અસરો જોવા મળી છે, તેવામાં ડ્રાયફૂટના વેપારીઓ જણાવે છે કે આ વર્ષે ડ્રાયફ્રૂટનું વેચાણ નહિવત જેવુ છે.
આ વર્ષે ડ્રાયફ્રુટના વેપારીઓના જણાવ્યા અનુસાર માર્કેટમાં તમામ જગ્યાઓ પર મંદીનો માહોલ છે તો ડ્રાયફ્રૂટમાં પણ ખાસ ઘરાકી જોવા મળી નથી, પહેલા કંપની અને મોટાઘરોમાં મીઠાઇની ખરીદી થતી હતી અને હવે થોડા વર્ષોથી લોકો ડ્રાયફ્રૂટની ખરીદી કરતાં હતા, મીઠાઇના પ્રમાણમાં ડ્રાયફ્રૂટ લાંબા સમય સુધી ચાલે છે અને ડાયેટચાર્ટ ફોલો કરતું કલ્ચર ડ્રાયફ્રૂટ લે છે પણ તેઓ મીઠાઇ લેતા નથી, પ્રતિવર્ષ ડ્રાયફ્રૂટના વેપારીઓને દિવાળીની સીઝનમાં ડ્રાયફ્રૂટના આકર્ષક પેકિંગની કામગીરી હોય છે. આ વર્ષે વેપારીઓના જણાવ્યા અનુસાર ડ્રાયફ્રૂટની ખરીદી સાવ પાંખી છે તો મોટી કંપનીઓના ડ્રાયફ્રૂટના પેકિંગના ઓર્ડર મળતા હોય છે જે આ વર્ષે મળ્યા નથી, આથી આ વર્ષે વેપારીઓ કહે છે કે મંદીની અસરો જેમ તમામ વ્યવસાયમાં જોવા મળી છે તેમ ડ્રાયફૂટના વ્યવસાયમાં પણ જોવા મળી છે.
અહીં એ નોંધવું રહ્યું કે આ વર્ષે નાનાથી માંડી મોટા પાયાના તમામ ઉધયોગોમાં મંદીનું વાતાવરણ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે જોવા મળ્યું છે, આથી આ વર્ષે ડ્રાયફ્રૂટના વેપારમાં પણ મંદી જોવા મળી છે બીજી તરફ લોકો કપડાં, ચંપલ અને મીઠાઇ વગેરેની ખરીદીમાં પણ કાપ મૂકે છે આથી આ વર્ષે વેપારીઓ ડ્રાયફ્રૂટની ખરીદી થાય તેટલા જ બોક્સ પેકિંગ કરે છે, અગાઉના સમયમાં દિવાળીના તહેવારોમાં લોકો ડ્રાયફ્રૂટના આકર્ષક બોક્સ ગિફ્ટ આપતા હતા આ વર્ષે લોકોનો ટ્રેન્ડ પણ બદલાયો છે અને મંદીના કારણે લોકોએ ડ્રાયફ્રૂટની ખરીદી ટાળી છે તો મોટી ખાનગી કંપનીઓના ઓર્ડર પણ વેપારીઓને આ વર્ષે મળ્યા નથી, આથી આ વર્ષે કોરોના મહામારીએ તમામ તહેવારો બગાડ્યા છે તો બીજી તરફ લોકો પણ ખરીદીમાં બ્રેક લગાવતા થયા છે, ડ્રાયફ્રૂટના વેપારીઓનું કહેવું છે કે માંડ માંડ આ વર્ષે 50 ટકા ડ્રાયફ્રૂટનો વેપાર થાય તેવું લાગે છે.