– આઠ બેઠકોની ચૂંટણી માટે 81 ઉમેદવારોનું ભાવિ કુલ 3024 મતદાન મથકોમાં થયું સીલ.
– તમામ મતદાન મથકો પર કોવિડ-19 નાં નિયમોનું કરાયું ચુસ્ત પાલન.
– અગાઉથી જ આરોગ્ય અધિકારીએ ચૂંટણી અધિકારીને માસ્ક, ટેમ્પરેચર ગન, સેનિટાઈઝર સહિતની વસ્તુઓ મોકલી હતી.
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની આજે પેટા ચૂંટણીઓ યોજાઇ ગઈ જેમાં અબડાસા, લીંબડી, મોરબી, ઘારી, ગઢડા, ડાંગ, કપરડા તથા કરજણ બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ વિસ્તારમાં પક્ષ પલટાની રાજ રમતના કારણે આ બેઠકો પર આજે ફરી એક વખત ચૂંટણી યોજાઇ હતી. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીઓમા કુલ 3024 મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. આજે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયા તમામ ઉમેદવારનાં ભાવિ મતદાન મથકમાં મત સીલ થયા હતા.
આજે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણી યોજાઇ હતી આ આઠ બેઠકોમાં 81 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ આઠ બેઠકોમાં 81 ઉમેદવારોનું ભાવિ સીલ થયું હતું જેની મત ગણતરી 10 નવેમ્બરનાં રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે. કોવિડ-19 નાં નિયમોનું પણ તમામ મતદાન મથકોમાં ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કરજણ ખાતે કથિત મત ખરીદયાનો વિડીયો પણ વાઇરલ થયો હતો તો કોંગ્રેસનાં કાર્યકરોને પણ વડોદરાથી પોલીસે રૂપિયા ભરેલા થેલા સાથે પકડાયા હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકોમાં કોવિડ-19 નાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવાં આવ્યું હતું.
આજે યોજાયેલ ચૂંટણીમાં કોવિડ-19 નાં નિયમોનું પાલન થાય તે માટે મતદાનનાં તમામ બુથ પર 34 હજાર જેટલી થર્મલ ગન તાપમાન માપવા માટે મુકાઇ હતી. તો 41 હજાર જેટલા રબ્બર હેન્ડગ્લોવઝ તથા 21 લાખ પોલીથીન હેન્ડગ્લોવઝ મતદારો માટે મતદાન મથકોમાં આરોગ્ય અધિકારી દ્વારા ચૂંટણી અધિકારીને આપ્યા હતા તો પોલીસ જવાનો માટે પી.પી.ઇ. કીટ માટેની પણ સ્થળ પર વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક ચૂંટણી અધિકારીને સેનિટાઈઝર, સાબુ, પાણી વગેરેની વ્યવસ્થાની ગોઠવણ અગાઉથી જ કરવામાં આવી હતી. આ વર્ષે તમામ મતદાન મથકોમાં કોવિડ હેલ્પ ડેસ્ક પણ ગોઠવાયા હતા તો સ્થળ પર તબીબ ટીમને પણ તૈનાત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આજની ચૂંટણી અતિ મહત્વની સાબિત થશે એક તરફ ભાજપ અને કોંગ્રેસ દેશના બંને મોટા પક્ષો દ્વારા પોતાના ઉમેદવારને જિતાડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું તો બીજી તરફ સરકાર દ્વારા કોવિડ-19 નાં નિયમોને ધ્યાનમાં રાખી તમામ મતદાન મથકો પર સુરક્ષાની તમામ વસ્તુઓ પહોંચતી કરાઇ હતી. વિધાનસભાની આ પેટા ચૂંટણીએ ચોમેર ભારે ચર્ચા જગાવી છે. આજે યોજાયેલ મતદાનમાં ઉમેદવારોનું ભાવિ તો આખરે તા.10 નાં રોજ થનાર મત ગણતરી બાદ જ નક્કી થશે ? કોને કેટલા મત મળ્યા છે અને કોનું પલ્લું વધુ પડતું ભારી છે તે તો આવનારો સમય જ બતાવશે ?