ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા ઝડપાયેલા વિદેશી દારૂનાં જથ્થાનો પ્રાંત અધિકારીની હાજરીમાં નાશ કરાયો હતો. ભરૂચ પોલીસ દ્વારા પ્રોહિબિશન અંતર્ગત ઝડપાયેલા વિદેશી દારૂનાં જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. આજે ભરૂચનાં વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનનાં ગુના અંતર્ગત વિદેશી દારૂની બોટલો કબ્જે કરાયેલ હોય તેનો નાશ કરાયો હતો જેમાં કુલ 60044 નંગ બોટલ અને રૂ.1.56 કરોડ ની કિંમતનો દારૂનાં જથ્થો નાશ કરાયો હતો. ભરૂચ ડિવીઝનમાં એ ડિવીઝન પોલીસ મથક ખાતે કુલ 18,305 દારૂની બોટલ કિંમત રૂ. 2526791, બી ડિવીઝન પોલીસ મથકમાં 337 નંગ બોટલ કુલ રૂ. 61,700, સિટી સી ડિવીઝન પોલીસ મથકમાં 5121 નંગ બોટલ અને કિંમત રૂ. 1979720, ભરૂચ તાલુકા મથકમાંથી 473 નંગ દારૂની બોટલ કિંમત રૂ. 79,900, પાલેજ પોલીસ મથકમાં 10967 નંગ બોટલ કિંમત રૂ.1562160, દહેજ પોલીસ મથક 2931 નંગ બોટલ કિંમત રૂ. 406450, દહેજ મરીન પોલીસ મથકમાંથી નંગ બોટલ 1119 કિંમત રૂ. 222710, વાગરા પોલીસ મથકમાં 350 બોટલ નંગ કિંમત રૂ. 57050, નબીપુર પોલીસ મથકમાં બોટલ નંગ 20441 કિંમત રૂ. 9370800 મળી આજે આ તમામ પ્રોહિબિશન અંતર્ગત મળેલ દારૂનાં જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા આજે કુલ રૂ. 1.56 કરોડ નાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નશાબંધી હોવાના કારણે દારૂ પર પ્રતિબંધ છે આથી પોલીસ મથકોમાં અવારનવાર પ્રોહિબિશન એકટ હેઠળ દારૂનો જથ્થો મળી આવતો હોય આ દારૂનાં જથ્થા પર આજે ભરૂચ જીલ્લાનાં સિટી એ ડિવીઝન, બી ડિવીઝન, સી ડિવીઝન, પાલેજ , નબીપુર, વાગરા સહિતનાં પોલીસ મથકોમાં ઝડપી પાડેલ દારૂના જથ્થાનો યોગ્ય નિકાલ કરવા માટે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.