ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતેથી ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે સગીર વયનાં કિશોરને પોકેટકોપનાં મદદથી દહેજ પોલીસે ઝડપી પાડયો છે. પોલીસ મહાનિરીક્ષક હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ તેમજ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા તથા વણ શોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચન કરેલ હોય જેના અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા ભરૂચ વિભાગ તેમજ દહેજ પોલીસને સાથે રાખી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વાહન ચેકિંગ કરતાં એક ઇસમને રોકી અને ગાડીના આધાર પુરાવા માંગતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આ બનવાની મળતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારનાં હે.પો.ઇન્સ એ.સી.ગોહિલ તથા દહેજ પોલીસ સ્ટાફ અને મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જોલવા ગામે ગેટ નં-1 પાસે આવેલ મિલેનિયમ કોમ્પ્લેક્ષ પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન એક અજાણ્યા ઈસમ દ્વારા ભરૂચથી દહેજ તરફ આવતા રોડ ઉપર તેને રોકવામાં આવતા અને તેની મોટરસાયકલનાં કાગળો અને પુરાવાઓ માંગતા પોલીસ સમક્ષ રજૂ કરેલ ન હોય તેમજ મોટરસાયકલ નં.GJ-16-CL-3667 યામાહા કંપનીની FZ મોડલની કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી બાઇક લઈને એક અજાણ્યો ઈસમ જતો હોય તેની પાસેથી આ ગાડીનાં કોઈ આધાર પુરાવા ન મળી આવતા પોલીસને સંતોષકારક હકીકત આ અજાણ્યા ઇસમે ન જણાવતા પોલીસને આ યામાહા બાઇક કોઈ જગ્યાએથી ચોરી કરેલ અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા પોલીસે આ શખ્સની આકરી પૂછપરછ કરતાં આ મોટરસાયકલ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતેથી ચોરી થયેલ હોવાનું જણાઈ આવતા મોટરસાયકલ અને અજાણ્યા ઇસમને પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર પોલીસે આઈ.પી.સી. કલમ-379 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં અંકલેશ્વર દહેજ પોલીસ સ્ટેશનનાં પો.ઇન્સ એ.સી. ગોહિલ, એ.એસ.આઇ. રમેશભાઈ, આ.પો.કો. પંકેશભાઇ સહિતનાં સ્ટાફે કામગીરી કરેલ છે.