મહારાષ્ટ્રનાં નાસિક ખાતેથી ભરૂચ જીલ્લામાં ડુંગળી આવવાની ઓછી થતાં ભરૂચ પંથકમાં ડુંગળીનાં ભાવ આસમાને ચઢી ગયા છે. આજે તા. 3/11/2020 રોજ ભરૂચ ડુંગળીનાં ભાવ રૂ. 80 થી 90 રૂપિયા કિલો સુધીના પહોંચી ગયા હતા જેના કારણે ભરૂચની ગૃહિણીઓમાં આંસુ આવી ગયા હતા. અચાનક ડુંગળીનાં ભાવ વધવાના કારણે જોતાં આ વર્ષે વરસાદ વધુ વરસતા ડુંગળીનો પાક લગભગ નિષ્ફળ ગયો છે તે સાથે સાથે લોક ડાઉન અને કોરોનાએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે આવા તમામ પરિબળો ભેગા થતાં ભરૂચ સહિત સમગ્ર ગુજારાતમાં ડુંગળીનાં ભાવ આસમાને પહોંચી ગયા છે. આટલા ઊંચા ભાવની ડુંગળી ભરૂચ પંથકમાં કોઈ ભજીયાનાં વેપારી 100 ગ્રામ ભજીયા સાથે ડુંગળી ન આપે તે સ્વાભાવિક બાબત છે. ધીમે ધીમે ડુંગળીનું ચલણ ઘટવા માંડયું છે જેના કારણે ભરૂચ જીલ્લાનાં ડુંગળીનાં વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે તો તેની સાથે શિયાળાની ઋતુએ ડુંગળીની ઋતુ નથી. ડુંગળીનું વેચાણ ઉનાળાની ઋતુમાં વધુ થતું હોય છે તેવા સમયે ડુંગળીનાં ભાવ હાલ ગૃહિણીઓને રડાવી રહ્યા છે ત્યારે લોકો હવે ડુંગળીનાં કચુંબરનાં સ્થાને કાકડી અને અન્ય શાકભાજીનો કચુંબર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
ભરૂચ પંથકમાં ડુંગળીનાં ભાવ આસમાને : કેટલીક હોટલોમાં ડુંગળી પીરસવાનું બંધ કરાયું.
Advertisement