સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબધીને ભરૂચ જિલ્લા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તાજેતરમાં હજરત મોહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરનાર ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આવેદનપત્ર પાઠવી રોષ વ્યકત કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં વધુ જણાવવામાં આવ્યું છે કે ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા મહાન હજરત મોહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરેલ છે જે સમસ્ત ભારતના મુસ્લિમ સમાજ સખતમાં સખત શબ્દોમાં વખોડીએ છે અને તેની નિંદા કરીએ છે પયગંબરનું જીવન તમામ ધર્મના લોકો માટે પ્રેરણારૂપ અને આદર્શ અને રહેમત રૂપ બનીને આવ્યા હતા તેવા વ્યક્તિત્વનું ખોટું ચિત્ર દર્શાવીને સમસ્ત વિશ્વનાં મુસ્લિમ સમાજનાં ધર્મગુરુ અને ધર્મને ઠેસ પહોંચાડી છે આ અંગે ભરૂચ જીલ્લાનાં મુસ્લિમ સમાજની માંગ છે કે ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા વિશ્વના તથા ભારત દેશના મુસ્લિમો પાસે માફી માંગે અને પોતાનાં બોલેલા શબ્દો પાછા ખેંચે તેમજ ભારતના વડાપ્રધાનને આપીલ કરીએ છે કે આ બાબતે ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વાટાઘાટો કરી ભારત દેશના મુસ્લિમોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચેલ હોય ભારત સરકાર તરફથી આ ઘટનાની નિંદા કરી વિરોધ દર્શાવવામાં આવે એવી મુસ્લિમ સમાજની માંગણી છે. આ અંગે ભારત સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમસ્ત દેશના મુસ્લિમ સમાજનાં લોકો ફ્રાંસની એમબીસી પર જઇ વિરોધ કરશે એમ જણાવાયું છે.
ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી હજરત મોહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરનાર ફ્રાંસનાં રાષ્ટ્રપતિનાં કૃત્યને વખોડી કાઢયું.
Advertisement