ભરૂચ નગરપાલિકાનાં રાજકીય વાતાવરણમાં વારંવાર ગરમાવો આવે છે વિપક્ષની રજૂઆતનાં પગલે જ્યાં એકબાજુ વણવપરાયેલી ગ્રાન્ટ વાપરી રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે તો તે સાથે આજે ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા અંગે વિપક્ષે ખૂબ જોરદાર રજૂઆત કરી હતી હવે જયારે નગરપાલિકાની ટમ પૂરી થવાને આડે છે તેવામાં સામાન્ય સભા કયારે બોલાવાશે તે અંગે કોઈ નક્કર હકીકત સપાટી પર આવેલ નથી જેના પગલે વિપક્ષનાં નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, સલિમ અમદાવાદી, ઇબ્રાહિમ કલકલ વગેરે નગરપાલિકા ખાતે પહોંચી ગયા હતા
અને નગરપાલિકાનાં પ્રમુખ સુરભિબેન તમાકુવાલાને જણાવ્યુ હતું કે આગામી 72 કલાકમાં સામાન્ય સભા બોલાવી લેવી અન્યથા વિપક્ષ સામાન્ય સભા નગરપાલિકા ખાતે બોલાવશે. વિપક્ષના સભ્યો લોકોને બોલાવી પાલિકામાં સભા યોજાશે અને જો સામાન્ય સભા યોજાશે તો વિપક્ષ દ્વારા ત્રિમાસિક હિસાબ અને વિકાસનાં કામો અને ગ્રાન્ટ કયાં વપરાયા તેવા સવાલો ઉપસ્થિત કરવામાં આવશે. આ અંગે નગરપાલિકા વિપક્ષ નેતા સમસાદ અલીએ જણાવ્યુ હતું કે જયારે વિધાન સભા ચાલી શકતી હોય, લોક સભાની બેઠકો યોજાઇ શકતી હોય તો ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા કેમ ન યોજાઇ શકે તે એક મોટો પ્રશ્ન છે તાકીદે સામાન્ય સભા યોજવા નગરપાલિકાને અલ્ટીમેટમ આપવામાં આવેલ છે.
ભરૂચ નગરપાલિકા તંત્રને આગામી 72 કલાકમાં સામાન્ય સભા યોજવા વિરોધ પક્ષનું અલ્ટીમેટમ.
Advertisement