— કોરોના મહામારી અંગેની ગાઈડ લાઈનનોસંપૂર્ણ અમલ કરાશે….
કોરોના ના સમય દરમિયાન લોકડાઉન ના સમય માં ભરૂચ નગરના બાગ બગીચા પણ બંધ કરવામાં આવ્યા હતા પરંતુ હવે અન લોકડાઉન ની પક્રીયા શરૂ થતાં તા 2/11ના રોજ થી ભરૂચ નગર ના તમામ બાગ બગીચા ખુલશે તેવી જાહેરાત નગર પાલિકા દ્વારા કરવામાં આવી છે જેથી લોકોમાં આંનદ ની લાગણી ફેલાઈ ગઈ છે આ બાબત અંગે નગર પાલિકા પ્રમુખ સુરભીબેન તંબાકુ વાળા ઍ જણાવ્યું હતું કે બાગ બગીચા ખોલવામાં આવી રહ્યા છે પરંતુ તમામે કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવાનું રહેશે. જેથી માસ્ક ધારણ કરવું અને સેનિટાઇઝેશન તેમજ સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરવાનું રહેશે. જોકે ઘણા મહિનાઓથી બાગ બગીચા બંધ હોવાના પગલે લોકો માટે હરવા ફરવા માટે કોઈ સ્થળ નગરમાં ન હતું જેથી માનસિક તણાવ ની પરિસ્થિતિ સર્જાતી હતી પરંતુ હવે લોકો કુટુંબ સાથે બાગ બગીચા માં જઈ શકશે જેથી લોકોમાં આંનદ ની લાગણી ફેલાઈ ગઈ છે પરંતુ રવિવાર અને રજાના દિવસોમાં તેમજ પર્વના દિવસોમાં બાગ બગીચાઓમાં સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરાવવું મુશ્કેલ બનશે એમ હાલ લાગી રહ્યું છે