નવેમ્બર માસનો આરંભ થઈ ગયો હોવા છતાં હજી ભરૂચ જિલ્લામાં બપોરના સમયે ગરમી નો એહસાસ થઈ રહ્યો છે એકજ દિવસમાં બે ઋતુનો એહસાસ થતો હોય ભરૂચ પથકમાં શરદી, ખાંસી, અને તાવ જેવા વાયરલ ઇન્ફેકશન નો વાવર જણાઈ રહ્યો છે
નવેમ્બર માસની શરૂઆત થઈ ચુકી છે તયારે ભરૂચ પથકમાં વહેલી સવારે ઠન્ડી અને જેમ જેમ દિવસ ઉગતો જાય છે તેમ તેમ ગરમીનું વાતાવરણ છવાતું જાય છે હાલ હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન વચ્ચે 10ડિગ્રી કરતા વધુ નો તફાવત રહેતો હોય બેવડી ઋતુ ના દિવસો હાલ ચાલી રહ્યા છે જેના પગલે શરદી, ખાંસી, અને તાવ જેવા વાયરલ ઇન્ફેકશન નો વાવર ભરૂચ પથક માં જણાઈ રહ્યો છે
Advertisement