Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વલણ હાઇસ્કુલ શાળાનાં આચાર્યનો વિદાય સમારંભ યોજાયો.

Share

એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત વલણ હાઇસ્કૂલના આચાર્ય શ્રી અબ્દુલ ગફૂર વાય પટેલનો વિદાય સન્માન સમારંભ ૩૧ ઓક્ટોબરને શનિવારના રોજ યોજાયો હતો. જેમાં શાળા સંચાલક મંડળ ગામના આગેવાનો અને શાળાના સ્ટાફની હાજરીમાં આચાર્યશ્રીની નિવૃત્તિના પ્રસંગે વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન થયું હતું. શાળા સંચાલક મંડળ દ્વારા નિવૃત્ત આચાર્યશ્રીને શાલ ઓઢાળી પ્રમાણપત્ર અર્પણ કરી આચાર્યશ્રીને નિવૃત્તિ જીવન માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંડળના પ્રમુખશ્રી યુસુફ ઉમરજી ઇખરીયા, સેક્રેટરી સિરાજ ભાઈ ઇસ્માઇલ અફીણ વાલા, અબ્દુલ વલી મટક અને અહમદ મુસા બંગલાવાળા દ્વારા આચાર્યશ્રીની કાર્યશૈલીને બિરદાવી હતી. તેમનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી. શાળા શિક્ષકગણમાંથી અબ્દુલ હક પટેલ, યુનુસ એમ પટેલ, સાજીદ વાય પટેલ, આસિફ આઈ ખત્રી, નાઝીમ હુસેન મલેક, આશિયાનાબેન રાજા દ્વારા નિવૃત થતા આચાર્યશ્રીને તેમનું નિવૃત્ત જીવન સુખમય રહે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વિદેશમાં વસતા શાળાના શુભેચ્છકો હાજી આદમ ભાઈ રોકડ, હાજી હનીફભાઇ ઊંચા તેમજ મૌલવી મહંમદ ભાઈ તરફથી ઇ-મેલ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જેનું પઠન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. કેનેડામાં વસતા શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી દાઉદભાઈ ગરાસીયા દ્વારા મળેલ શુભેચ્છા સંદેશ વાંચન કરવામાં આવ્યું હતું.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

વડતાલ મંદિરમાં સ્વયંસેવકોની ટીમ ભોજન પ્રસાદના પેકેટની તૈયારી કરી રહી રહ્યા છે.

ProudOfGujarat

અમરેલી : હિંડોરણામાં રહેણાંકમાંથી ગેરકાયદે ગેસ રીફીલીંગ કૌભાંડ ઝડપાયું

ProudOfGujarat

સુરત-અમરોલી વિસ્તારની ખાડીમા કિનારા પાસેથી ડી-કંપોઝ હાલતમાં યુવાનનો મૃતદેહ મળવાના મામલે એક ની અટકાયત કરાઇ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!