* કેવડીયા વિસ્તારમાં જે વિકાસ થયો છે તેમાં આદિવાસી યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તો તેમનું પણ જીવનધોરણ ઊંચું લાવી શકાય.
* આગામી સમયમાં આદિવાસીઓ માટે મોટાપાયે રોજગારીની તકો ઉભી થશે.
* આદિવાસી યુવાનો મોટા પ્રોજેકટનો ભાગ બનશે : મનસુખભાઇ વસાવા
આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ૩૦ અને ૩૧ મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન કેવડિયાની મુલાકાતે આવ્યા છે. ગઈ કાલે વડાપ્રધાન મોદી દ્વારા ૧૭ જેટલા વિવિધ અકર્ષણોનું લોકાર્પણ કરાયું હતું અને આજે એકતા પરેડમાં ભાગ લીધો આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ૩૦ અને ૩૧ મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન કેવડિયાની મુલાકાતે આવ્યા છે ગઈકાલે વડાપ્રધાન મોદી દ્વારા ૧૭ જેટલા વિવિધ અકર્ષણોનું લોકાર્પણ કરાયું હતું અને આજે એકતા પરેડમાં ભાગ લીધો.
આજના દિવસે મનસુખભાઇ વસાવાએ જણાવ્યું છે કે કેવડીયા વિસ્તારમાં વધુમાં વધુ વિકાસ થઇ રહ્યો છે ત્યારે આદિવાસી લોકો જે કેવડિયા વિસ્તારમાં વસે છે તેમનો પણ વિકાસ થશે સાંસદ દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે કેવડિયા વિસ્તારમાં આટલો મોટો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આદિવાસી યુવાનો પોતે તેમાં ભાગ લઈ પોતાના લોકો અને પોતાનો વિકાસ કરે આગામી સમયમાં વધુ મોટા પ્રોજેકટ આવશે અને તેમાં વધુ વિકાસ થશે જયારે ગત સમય કરતાં વિરોધ વંટોળ પણ ઓછો થયો છે અગાઉ લોકોને લાગતું હતું કે સ્થાનિકોને નુકશાન થશે લોકોમાં ગેરસમજ ઉભી કરાઈ હતી પરંતુ લોકો હવે સમજી ગયા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના પ્રોજેક્ટો લોકોના હિત માટે છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી