Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કૃષિબિલનાં વિરોધમાં જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરોએ કિસાન અધિકાર દિન નિમિત્તે ધરણાં- ઉપવાસ કર્યા.

Share

કૃષિબિલનાં વિરોધમાં આજે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત કરી ધરણાં- ઉપવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે સરદાર પટેલની 145 મી જન્મજયંતિ અને દેશનાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી શહિદદિન નિમિત્તે તેની પ્રતિમાને ફૂલ-હાર વિધિ પણ કરવામાં આવી હતી. આજના દિવસને ગુજરાત કિસાન અધિકાર દિવસ તરીકે ઉજવવાની માંગણી સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે જય જવાન-જય કિસાનના નારા કોંગ્રેસી કાર્યકરોએ લગાવ્યા હતા.

આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ હોય તેમજ દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો શહીદદિન હોય ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ અને સ્વ. ઇન્દિરા ગાંધીની પ્રતિમાને સૌ પ્રથમ ફૂલ-હાર અર્પણ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ ગુજરાતમાં દરેક જગ્યાએ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે આ દિનને ગુજરાત કિસાન અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શિત કરતાં કાર્યક્રમ અપાયા હતા. આજે ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કિસાનને તેમના અધિકાર મળી રહે તે માટે ભાજપ સરકાર વિરોધમાં નારાબાજી કરવામાં આવી હતી તમામ કોંગ્રેસી કાર્યકરોએ જય જવાન-જય કિસાનનાં નારા લગાવ્યા હતા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યુ હતું કે આજે ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં ગુજરાત કિસાન અધિકાર દિન નિમિત્તે ખેડૂતોને હકકોનું રક્ષણ થાય તે માટે સવારે 10 થી 4 વાગ્યા સુધી ઉપવાસ આંદોલન કરવામાં આવશે અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે ખેડૂતની વાત કરતી ભાજપની ખેડૂત વિરોધી સરકાર દ્વારા જે બિલ પાસ કરવામાં આવ્યા છે આ ખેડૂત વિરોધી બિલ પરત ખેંચવાની માંગણી સાથે ભરૂચ જીલ્લા કોંગ્રેસ ઉગ્ર લડત આપી ધરણાંનો કાર્યક્રમ યોજયો છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે કમોસમી વરસાદ થતાં ખેડૂતોનાં પાકને વધુ પડતું નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાન વળતરનું ચૂકવણું તેમજ પૂરતી સવલત મળી રહે તે માટે કોંગ્રેસ દ્વારા આ લડત ચલાવવામાં આવી રહી છે તેમજ તાજેતરમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂત વિરોધી બિલ પસાર કરવામાં આવ્યા છે જેથી કોંગ્રેસે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે આજે ધરણાં તથા ઉપવાસ આંદોલન કર્યું હતું. આ તકે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિકી શોખી, મહિલા પ્રમુખ જયોતિ તડવી સહિતનાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં ગટરમાં ઊતરેલા 4 લોકો ગૂંગળાયા, એકનું મોત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે અરજીઓ આમંત્રિત કરાઈ.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા બજારની રેલ્વે ફાટક મંગળ અને બુધવાર બે દિવસ રિપેરિંગ માટે બંધ રખાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!