જેમ-જેમ ઠંડીનાં પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તેમ-તેમ ભરૂચ જીલ્લામાં મચ્છર ઉપદ્રવની શરૂઆત થઈ રહી છે. જીલ્લામાં મચ્છરનાં ઉપદ્રવનાં પગલે મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ઝેરી મેલેરિયા તેમજ અન્ય રોગો થવાની શરૂઆત થઈ ચૂકી છે. ગત વર્ષની વિગત જોતાં ઠંડીનાં વાતાવરણ વચ્ચે ભરૂચ જીલ્લામાં ડેન્ગયુનાં વાવર ફેલાઈ ગયો હતો. જેના પગલે કેટલાક દર્દીઓનાં મોત પણ નીપજયાં હતા. ભરૂચ જીલ્લા અને ખાસ કરીને ભરૂચ નગરમાં ગંદકીનું સામ્રાજ્ય ખૂબ વધી ગયું છે ત્યારે નગરપાલિકા તંત્ર ગંદકી દૂર કરવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે જેના પગલે સ્વચ્છતા સંરક્ષણમાં ભરૂચનો નંબર ખૂબ પાછળ જતો રહ્યો છે. આવી પરિસ્થિતીમાં હવે જયારે શિયાળાની ઋતુ શરૂ થઈ છે ત્યારે મચ્છરને નિયંત્રણમાં લેવા માટે નગરપાલિકા દ્વારા અસરકારક રીતે સાફ-સફાઈ ઉપરાંત દવાઓનો છંટકાવ કરવો જરૂરી થઈ પડયો છે. વિતેલા વર્ષમાં ભરૂચ નગરની વિવિધ ઝુંપડપટ્ટીમાં ખુલ્લી ગટરોનાં પગલે મચ્છરનો ઉપદ્રવ વધ્યો હતો જે અંગે એક વર્ષનો સમય વીતી ગયા પછી પણ નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરાયા નથી જેથી ફરી એકવાર ભરૂચ નગર મચ્છરનાં ઉપદ્રવમાં આવી જાય તેવી પૂરેપૂરી સંભાવના જણાઈ રહી છે. જે અંગે નગરપાલિકા દ્વારા માત્ર આયોજન જ નહીં અમલીકરણ પણ થાય તે એટલું જ જરૂરી છે.
ભરૂચ પંથકમાં તંત્રનાં પાપે મચ્છરનો ઉપદ્રવ : શું નગરપાલિકા મચ્છરનાં ઉપદ્રવને અટકાવશે ?
Advertisement