ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે શરદપૂર્ણિમાનાં દિવસે શ્રધ્ધાળુઓ માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે. ગુજરાતનાં મોડાસામાં આવેલું શામળાજી અને વિશ્વ મંદિર શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. અહીં અનેક લોકો શીશ ઝુકાવી કરે છે ધન્યતાની અનુભૂતિ. આવતીકાલે શરદપૂર્ણિમા નિમિત્તે શામળાજી ખાતે આ મંદિરમાં કોવિડ-19 નાં નિયમ અનુસાર મંદિર પરિસરમાં શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે જેનાથી ગુજરાતનાં તમામ શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.
ગુજરાતમાં પૂનમનાં દર્શનનું અનેરું મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા ખાતે આવેલું દ્વારકાધીશનું મંદિર હોય કે ગુજરાતમાં મોડાસામાં આવેલું શામળાજીનું મંદિર હોય આ ઉપરાંત ડાકોરમાં રણછોડજી મંદિર હોય આ તમામ જગ્યાઓ પર પૂનમનાં દર્શનનું શ્રધ્ધાળુઓનું અનોખુ મહાત્મય છે. પૂનમનાં દિવસે સોળે કળાએ ખીલેલ ચંદ્રમા અને સોળે શણગાર સજેલા શામળાજીનાં દર્શનની ઝાંખી કરવી એ પરમ સૌભાગ્યશાળી માનવમાં આવે છે. આવતીકાલે પૂનમનાં દિને ગુજરાતનાં મોડાસામાં આવેલા શામળાજી અને વિષ્ણુ મંદિરમાં દર્શનાર્થીઓ માટે કોરોનાની ગાઈડલાઇન અનુસાર દર્શનની ગોઠવણ કરવામાં આવી છે. વહેલી સવારે 6 વાગ્યે મંદિરમાં શામળાજીની મંગળા આરતી કરવામાં આવશે. બપોરે 11:30 થી 12:15 સુધી રાજભોગ ધરવામાં આવશે ત્યારબાદ શ્રધ્ધાળુઓ શામળાજીની પુન: ઝાંખી કરી શકશે. સાંજે 6:30 એ સંધ્યા આરતી કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે 8:30 એ શયન આરતી કરવામાં આવશે ત્યારબાદ મંદિરમાં કોઈને પ્રવેશ અપાશે નહીં. સાવર્થી સાંજ સુધી આમ તો અહીં પૂનમનાં દિવસે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળતી હોય છે પરંતુ કોરોના મહામારી બાદ પૂનમ ભરવા આવતા શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થતો હોય છે. આવતીકાલે શરદપૂર્ણિમા હોય આ નિમિત્તે અનેક શ્રધ્ધાળુઓ શામળાજીનાં દર્શનની ઝાંખી કરી ધન્યતાની અનુભૂતિ કરશે.
મોડાસાનાં પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે શરદપૂર્ણિમાની ઉજવણી…..
Advertisement