સદવિદ્યામંડળ ભરૂચ સંચાલિત એસ.વી.એમ હાયર સેકન્ડરી સ્કૂલ ટ્રસ્ટી દેવાંગ ઠાકોર અને અન્ય ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ ખુબ પ્રગતિના સોપાન સર કરી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓં પણ કંઈને કંઈ નવું કરે તેવી પ્રેરણા આપવામાં આવે છે સાથે જ માર્ગદર્શન પણ આપવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓનો વિકાસ થાય તાજેતરમાં વિશ્વ પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વમાં એક સમય એવો હતો જયારે પોલિયો જેવો ભંયકર રોગ બાળકોને કાયમ માટે અપંગ બનાવી દેતો હતો સમય જતા આ રોગને રસી દ્વારા કાબુમાં લેવાયો તેમ છતાં હજી કોઈ દેશોમાં આરોગ જણાય છે ત્યારે એસ.વી.એમ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના ના સહયોગથી પોલિયો સામે વિવિધ જાગૃતિ અને અન્ય પ્રવૃત્તિ અંગે” બડીગ એવિયર્સ “એટલેકે ઉભરતા સાહસિકો જેવી સામાજિક સંસ્થા શરૂ કરી જે અંગે અને પોલિયો અંગે સંસ્થાના પ્રમુખ સાકીના અંકલેશ્વરિયાએ રસપ્રદ પ્રેઝન્ટેશન આપ્યું હતું.
ભરૂચ : પોલિયો નાબુદીકરણ અંગે એસ.વી.એમ હાયર સેકન્ડરી સ્કૂલનાં વિદ્યાર્થીઓની નવી પહેલ.
Advertisement