કાય પો જ છે ..એ લપેટ ની ગુંજ સાથે ડી.જે ના તાલે ભરૂચીઓ એ ઉતરાયણ પર્વ ની ઉજવણી કરતા નજરે ચઢ્યા હતા…જયારે હવાનું પ્રમાણ બપોર સુધી જોઈએ તેવું રહ્યું ન હતું..
ગઈ કાલ સવાર થી જ ઉતરાયણ પર્વ ની ભરૂચ શહેર અને જીલ્લા માં ભક્તિ ભાવ પૂર્વક અને હર્ષો ઉલાશ સાથે ઉજવણી કરવામાં આવી હતી …શહેર ના ધાબા ઓ અને અગાસીઓ તેમજ માર્ગો ઉપર ઉતરાયણ પર્વ નો માહોલ જામ્યો હતો.. ભરૂચ ના સોસાયટી વિસ્તાર હોય કે શેરી ઓ દરેક જગ્યા ઉપર ઉતરાયણ પર્વ ની ગુંજ જોવા મળતી હતી……
એક તરફ ડી.જે ના તાલે આકાશી યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ ઠેરઠેર પતંગ લૂંટતા બાળકો નજરે પડ્યા હતા …યુવા ધન ખાસ પ્રકાર ના ગેટપ નો પહેરવેશ ધારણ કરી આંખો ના રક્ષણ માટે અવનવા ગોગલ્સ પહેરી તેઓના ધાબા ઓ ઉપર પતંગો ચગાવતા નજરે પડ્યા હતા તો બીજી તરફ કેટલાય લોકો ડી જે ના તાલ નો આનંદ લઇ પતંગો ઉંડાવી પેચ લડાવવા સાથે ઉતરાયણ પર્વ નો આનંદ મળ્યો હતો………
ઉતરાયણ પર્વ ની ઉજવણી સાથે જ શહેર ના કેટલાંય લોકો એ તેઓના ધાબા ઉપર જ પરીવાર અને સ્નેહી જનો સાથે ભોજન ની મજા માળી હતી સાથે સાથે ઉંધિયું.જલેબી તલ ના લાડુ.સીંગદાણા ની ચીકી.બોર સહીત ની સ્વાદિષ્ટ વાનગીઓ આરોગી પોતાના સેલ ફોન માં સેલ્ફીઓ કંડારી વર્ષ ૨૦૧૮ ની ઉતરાયણ ના દિવસઃ ને યાદગાર બનાવ્યો હતો…
જયારે બપોર સુધી હવા નું પ્રમાણ ઓછુ રહેતા કેટલાય લોકો તેઓના મકાનો ના ધાબા ઉપર સમય પસાર કરવા મજબુર બન્યા હતા અને ડી જે ના તાલે ઉતરાણ પર્વ ને ઉજવણી કરવામાં મશગુલ બન્યા હતા જયારે બપોર બાદ થોડા અંશે પવન સારો નીકળતા લોકો એ હર્ષોઉલાશ સાથે ધમાલ મસ્તી કરી ઉતરાયણ પર્વ ને મનાવ્યો હતો.
Advertisement