ભરૂચ જીલ્લાનાં ડેડીયાપાડા તાલુકામાં થોડા દિવસ પહેલા ખાતમુહર્તમાં દારૂથી અભિષેક કરાયો તેવા વિડીયો વાઇરલ થતાં ડેડીયાપાડા વિસ્તારનાં ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ આ બાબતે ખુલાસો કર્યો હતો અને જણાવ્યુ હતું કે મહુડાનું ઝાડ કુદરતે આપેલું છે મહુડાનાં ફૂલોનો રસએ શારીરિક કમજોરી દૂર કરવામાં ઉપયોગમાં લેવાય છે તેમજ અમારા સમાજની પરંપરા અનુસાર દેવમોગરા માતાને પણ મહુડાનાં ફૂલોનાં રસની હિજારી ચઢાવવાની પ્રથા છે આથી મહુડાનાં ફૂલોનાં રસથી છાક પાડીને રસ્તાનું ખાતમુહર્ત કરવું એ કોઈ અયોગ્ય બાબત નથી.
આ વિષય પર ડેડીયાપાડા વિસ્તારનાં ધારાસભ્ય દ્વારા વધુ પડતી વિગતો આપી આ વાતનો ખુલાસો કરાયો હતો જેમાં તેઓએ જણાવ્યુ હતું કે મહુડાનું ઝાડ કુદરતે આપેલ અનમોલ ભેટ છે. મહુડાનાં ફુલ તથા તેમાંથી બનતો રસ શક્તિવર્ધક, સ્ફૂર્તિદાયક,પેટ તથા પાચન સબંધિત બિમારીઓ માટે પણ દવા તરીકે કામ આપે છે. કમજોરી થવા પર ડોક્ટર ટોનિક આપે છે તેમા ૯૦ % આલ્કોહોલ(મહુડાનાં ફૂલોનો રસ) હોય છે. આદિવાસી સમાજમાં કોઈ પણ સામાજિક પ્રસંગ હોય તેમાં મહુડાનાં ફુલોના રસનો છાક પાડવામાં આવે છે. દેવમોગરા ખાતે આદિવાસી સમાજ વર્ષોથી દેવમોગરા માતાને અનાજ તથા મહુડાનાં ફુલોમાંથી બનાવેલ રસની હિજારી ચઢાવે છે.
હકીકત એવી છે કે આદિવાસી વિસ્તારમાં યુવાનોમાં વધતી જાગૃતિ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીનું વધતુ વર્ચસ્વ જોઇ ખોટા આક્ષેપો કરવામાં આવે છે. આવનારી તાલુકા તેમજ જિલલા પંચાયતમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં પાર્ટીની જીત જોઇ અને આદિવાસી વિસ્તારમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીનો વધતો વ્યાપ જોઇ બોખલાય ગયેલા લોકો આવા આક્ષેપો ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં આગેવાનો પર કરવામાં આવે છે.
બેરોજગારી, મોંધવારી, શિક્ષિતયુવાનોની બેરોજગારી, ખેડૂતોની નારાજગી, કુપોષણ, આદિવાસી વિસ્તારનાં આ પ્રશ્નોને ધ્યાને ન લેતા વિરોધીઓ આવા બયાનો અવારનવાર આપે છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ, LRD, RBC જેવા મુદ્દાઓ પરથી આદિવાસી સમાજનું ધ્યાન હટાવવા માટે કેટલાક વિધ્ન સંતોષી લોકો દ્વારા આવા નિવેદનો આપવામાં આવે છે અને આ કાર્યક્રમમાં વિધીના કાર્યક્રમની સામગ્રી ત્યાંના સ્થાનિક ગામ લોકો દ્વારા કરવામાં હતી.