ભરૂચ ખાતે દક્ષિણ ગુજરાત કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ કાર્યાલયનાં ઓપનિંગ વખતે ઉપેન્દ્રસિંહ રાઠોડ સહિતનાં કાર્યકરોની ઉપસ્થિત રહ્યા હતા. ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનાં કાર્યાલયને ખુલ્લુ મૂકતી વેળાએ અહીંનાં કાર્યકરોએ જણાવ્યુ હતું કે દેશમાં આજે ખેડૂત કામદાર અને ગરીબીને લગતા અનેક પ્રશ્નો છે જેનું યોગ્ય નિરાકરણ થતું નથી આથી આજે અહીં ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનાં કાર્યાલયને ખુલ્લુ મુકાયું છે.
આ તકે વધુમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ ગુજરાતનાં ભરૂચ ખાતે ઉપેન્દ્રસિંહ રાઠોડની આગેવાની હેઠળ આજે ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનાં કાર્યાલયમાં લોકોનાં અનેક પ્રશ્નોને લગતા કાર્યો કરવામાં આવશે. ગુજરાતમાં ખેડૂતોનાં હાલ વ્યાપક પ્રશ્નો છે ખેડૂતોનાં પડતર પ્રશ્નોને કોંગ્રેસ પાર્ટી વાચા આપશે તેમજ કામદારોને લગતા પણ અનેક પ્રશ્નો અવારનવાર ઉદભવતા હોય છે જેમાં કામદારોને મળતું ઓછું વેતન હોય કે ઘણી વખત કામદારોનાં શોષણ અંગેનાં પ્રશ્નો પણ બનતા હોય છે. ગુજરાતમાં બેરોજગારીનાં પ્રશ્નો એ અત્યંત મહત્વનો પ્રશ્ન છે ગરીબી અને મધ્યમ વર્ગનાં પ્રશ્નો પણ ઘણા ખરા હોય છે આ તમામ પ્રશ્નોને કોંગ્રેસ પાર્ટી વાચા આપશે. આથી આજે 33 જીલ્લા અને 252 તાલુકા સહિત દક્ષિણ ઝોનમાં ભરૂચ ખાતે ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનાં કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જનમેદનીને ખરા અર્થમાં જગાડીને આગામી સમયમાં ખેડૂતોનાં દેવા માફ કરવા અને ગુજરાતમાંથી બેરોજગારી દૂર કરવી સહિતના પ્રશ્ને સરકારને આગામી સમયમાં લડત આપવામાં આવશે તેમ કોંગ્રેસ કાર્યાલય ખાતેના સભ્યોએ જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તે જનતાનાં પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી છે હાલ કોંગ્રેસ પાર્ટી સક્રિય કામગીરી કરી રહી છે ત્યારે જનતાની તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આજે ગુજરાત રાજયનાં દક્ષિણ ઝોનમાં ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનાં કાર્યાલયનો પ્રારંભ કરાયો છે. આગામી સમયમાં જનતાનાં અનેક પ્રશ્નોને વાચા આપી લડત ચલાવવામાં આવશે અને સરકાર સમક્ષ જનતાનાં હિત માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.