Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કરજણ શિનોરનાં સાધલી ગામે હાર્દિક પટેલનું વિજય સંકલ્પ સંમેલન.

Share

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ કરજણ વિધાનસભાનાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને જંગી બહુમતી સાથે જીતાડવાના સંકલ્પ સાથે કોંગ્રેસ દ્વારા સાધલી ગામ ખાતે વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું.

જેમાં કરજણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાની, હાર્દિક પટેલ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવજી અને સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ સાંસદ અને રેલ રાજ્ય મંત્રી નારણ ભાઈ રાઠવા, વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નિલાબેન ઉપાધ્યાય, મુબારકભાઈ પટેક, સંજયભાઈ સોલંકી, અભિષેકભાઈ ઉપાધ્યાય સહિત મોટી સંખ્યામાં તાલુકા જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જેમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં ગયેલ અક્ષય પટેલના ઉપર ચાબખા કરતા હાર્દિક પટેલ દ્વારા કહેવાયું હતું કે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી ભાજપમાં ગયેલ અક્ષય પટેલે કોંગ્રેસ સાથે નઈ પરંતુ કરજણ શિનોર પોરના મતદારો સાથે ગદ્દારી કરી છે અને આવા ગદ્દાર વિરુદ્ધ કોંગ્રેસને મત આપી સબક શીખવાડવાનું આહવાન કર્યું હતું. જ્યારે પૂર્વ રેલરાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા દ્વારા પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં અને આડે હાથ લીધી હતું.

Advertisement

યાકુબ પટેલ : કરજણ


Share

Related posts

સુરતમાં રહેતા મહિલા પ્રોફેસરે પારિવારિક ઝઘડા અને માનસિક તણાવ વચ્ચે ફાંસો ખાઈ ટૂંકાવ્યુ જીવન.

ProudOfGujarat

ગોધરા-દાહોદ હાઈવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત

ProudOfGujarat

દેવું ઉતારવા પોલીસને દોડતી કરી : ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર 45 લાખની લૂંટ મામલે તપાસમાં ફરિયાદી જ આરોપી નીકળતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!