Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસની કરજણ વિધાનસભામાં હાર્દિક પટેલનો રોડ શો….

Share

કરજણ વિધાનસભા પેટા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા મતદારોને આકર્ષવા માટે નવા નવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુરૂવારનાં રોજ કરજણ ખાતે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં રોડ શો યોજાયો હતો.

આયોજિત રોડ શો કોંગી કાર્યકરોની બાઇક સાથે રેલી યોજાયો હતો. ધાવત ચોકડીથી નીકળેલી રેલી કરજણ નગરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી કોંગ્રેસ કાર્યાલય ખાતે પરત ફરી હતી. કારોનાં કાફલા તેમજ બાઇક્સ સાથે બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસ જિંદાબાદ, કિરીટસિંહ જિંદાબાદના ગગનભેદી નારાઓથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠયું હતું. બાઇક રેલી સાથે ખુલ્લી જીપમાં સવાર ઉમેદવાર કિરીટસિંહ જાડેજા તેમજ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નગરજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

રાજપીપળા જિલ્લા જેલ ખાતે સેવાભાવી રાજેન્દ્રભાઈએ દેવ દિવાળી જેલમાં કેદીઓ સાથે ઉજવી.

ProudOfGujarat

હાઇવે પર ટ્રાફિકજામ – ભરૂચથી સુરત જતા માર્ગ પર અનેક વાહનો અટવાયા, વરસાદમાં હાઇવેની સ્થિતિ ખરાબ થતા મુશ્કેલી ઉભી થઈ

ProudOfGujarat

સોખડા મંદિરમાં થયેલ મારામારીના બનાવમાં વડોદરા એસ.પી નું નિવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!