દિપાવલી પર્વનાં આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે દિપાવલી પર્વે ખરીદીની તેજી રહેશે કે કેમ ? તે અંગે ભરૂચ જીલ્લાનાં વેપારીઓ વિચારી રહ્યા છે ? દુકાનમાં માલ-સામાન કઈ રીતનો ભરવો તેનો અંદાજ હાલ આવી શકે તેમ નથી, કેટલાક એમ કહી રહ્યા છે કે મંદીનો માહોલ રહેશે તો માલ સામાન બધો પડી રહેશે. ખોટું મૂડીરોકાણ થાય એટલું જ નહીં પરંતુ વેપારીઓ વ્યાજ પર નાણાં લાવી ધંધો કરતાં હોય ત્યારે ધંધામાં મુદ્દત પણ ના નીકળે તેવી પરિસ્થિતી સર્જાય છે. કોરોના તેમજ મંદી અને મોંધવારીનાં પગલે આવી પરિસ્થિતીનું સર્જન થયું છે. ત્યારે વેપારીઓ હાલ અવઢવની પરિસ્થિતીમાં મુકાઇ ગયા છે. આજની પરિસ્થિતી એટલે તા.29/10/2020 ની પરિસ્થિતી મુજબ ભરૂચ જીલ્લાનાં બજારોમાં દિવાળીની ખરીદી નીકળી નથી જે ખરીદી જણાય છે તે થોડી ઘણી તે છોકરાઓનાં બુટ-ચંપલ અને કપડાંની ખરીદી જણાઈ રહી છે. ત્યારબાદ અન્ય ખરીદીની મોસમ બજારમાં કયારે ખીલે છે તે જોવું રહ્યું. અન્યથા વર્ષ 2020 માં અન્ય તહેવારોની જેમ દિવાળીનો પર્વ પણ નીરસ સાબિત થાય તેવું હાલ જણાઈ રહ્યું છે.
ભરૂચ : દિવાળીમાં તેજી રહેશે કે મંદી વેપારીઓ ચિંતામાં ગરકાવ.
Advertisement