ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં ગઇકાલે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત બાદ અકસ્માતના બહાને ગુમાનદેવ મંદિરની આસપાસ વસવાટ કરતાં લોકોએ ગુમાનદેવ મંદિરના મહંત પર હીચકારો હુમલો કર્યો હતો.
ઝઘડિયામાં આવેલા ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાયને ગઇકાલે આ રોડ પર બનેલા અકસ્માતના પગલે મારમારી અને લુંટ ચલાવી હતી, આ બનાવ બાદ આજે ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં આવેલ મંદિરના મહંત દ્વારા 8 વ્યક્તિ ઉપરાંત 50 થી 60 લોકોના ટોળાં વિરુદ્ધ લુંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસ મથકમાં નોંધાયેલી આ ફરિયાદમાં ગુમાનદેવ મંદિરના મહંતે જણાવ્યુ છે કે, ગઇકાલે થયેલા અકસ્માતના બહાને અહીંના વિસ્તારના રહેવાસીઓએ ટોળું રચી કાવતરા સાથે મારા પર હુમલો કર્યો હતો, આ હીચકરા હુમલામાં રૂ.1 લાખની સોનાની ચેન, 4.50 લાખની રોકડ રકમ અને હનુમાનજીની મંદિરની મુર્તિના ચાંદીની પાટ કિ.રૂ. 30 હજાર મળી કુલ રૂ. 5.80 લાખની લુંટ ટોળાં દ્વ્રારા કરવામાં આવી છે આ લુંટ વિષે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગુમાનદેવ મંદિરમાં બનેલા ગઇકાલના બનાવના પગલે ઝઘડિયા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ગુમાનદેવ મંદિરના મહંતને ટોળાં દ્વારા જે હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં મહંતને શરીરે મુંઢમાર ઘા વાગ્યા હોવાથી તેમને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.