ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા હરિયાણામાં લવ જેહાદમાં ભોગ બનેલી છાત્રાને બે લવ જેહાદી દ્વારા કરેલી હત્યાના વિરોધમાં આજે સવારે ભરૂચ કલેક્ટર સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી હતી, આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર હિન્દુ પરિષદે હરિયાણામાં બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતા જણાવ્યુ છે કે દેશમાં હિન્દુ બહેન, દીકરીઓને રક્ષા આપવી જોઈએ, આ બનાવમાં કોલેજમાંથી પરત ફરતી છાત્રા સાથે જાહેરમાં બંદૂકની ગોળી મારી જે હત્યા નીપજાવવામાં આવી છે તેના આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા ફટકારવા માંગણી કરી છે.
હિંદુસ્તાન નિર્માણદળ દ્વારા હરિયાણામાં બનેલી લવજેહાદની ઘટનાના પગલે કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર હરિયાણાના વલ્લભગઢમાં કોલેજની હિન્દુ છાત્રાને લવજેહાદીઓએ જાહેરમાં બંદૂકની ગોળી મારી હત્યા કરી જે અત્યંત દુ:ખદ બનાવ છે. આ ઘટનાના વિરોધમાં દેશમાં હિન્દુ બહેન, દીકરીઓ માટે રક્ષણની માંગણી સાથે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં કડક કાયદો ઘડવામાં આવે તેવી માંગ કરી છે અને હરિયાણાના વલ્લભીપુરની છાત્રાના પરિવારજનોને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે