ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં ગઇકાલે સવારે સર્જાયેલા અકસ્માત વિશે સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનાને દુઃખદ ઘટના વર્ણવી હતી અને મંદિરના મહંતને પોલીસ પ્રોટેકશન આપવાની પણ વાત કરી હતી.
ગઇકાલે સવારે ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં ગુમાનદેવનાં મંદિર પાસે ટ્રકની અડફેટે આવતા ત્રણ મહિલાના જીવ ગયા છે આ વિસ્તારમાં ભારે વાહનો અત્યંત ઝડપથી પસાર થતા હોય છે સાંસદ મનસુખ વસાવા આ તકે જણાવ્યું કે આ અંગે અમોએ અનેક વખત તંત્રનું ધ્યાન દોર્યું છે કે આ વિસ્તારમાં ભારે વાહનો પૂર ઝડપે ચાલતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ગઇકાલે આ બનાવ બનવા પામ્યો છે તેમજ અહીં આવેલું હનુમાનજીનું મંદિર ગુમાનદેવનું મંદિર દક્ષિણ ગુજરાતનું હનુમાનજીનું મોટું મંદિર છે આ વિસ્તારમાં આ મંદિરની આસપાસ રહેનારા લોકોને અંગત રીતે મંદિરના મહંત સાથે કોઈ બાબતે વિરોધ હોય જેથી આજે મંદિરના મહંતને લોકોએ નિર્દય રીતે જે માર માર્યો છે તેના વિશે પણ હું એવું ઈચ્છીશ કે મંદિરના મહંતને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે આ અગાઉ પણ મેં ભરૂચ એસ.પી.ને રજુઆત કરી હતી કે મંદિરના મહંતને પ્રોટેકશનની આવશ્યકતા છે આજે જે કાંઈ પણ સવારે ઘટના બની છે તે તંત્રની બેદરકારીના કારણે બની છે અને મહંત સાથે કરવામાં આવેલો દુર્વ્યવહાર એ પણ અત્યંત અશોભનીય બાબત કહી શકાય છે.