આ વર્ષે અતિવૃષ્ટિ અને માવઠાની અસરના કારણે ખેડુતોને પાકમાં મોટું નુકસાન થયું છે, હાલના સમયમાં સરકાર ખેડૂતોના પ્રશ્ને સાથે ઉભી રહેવા માંગતી નથી આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિના યાકુબ ગુરજી દ્વારા એક લેખિત પત્ર દ્વારા વિરોધ વ્યક્ત કર્યો છે, અને સરકારની આકરી ટીકા કરી છે અને જણાવ્યું છે કે કોરોના મહામારીમાં સરકારે મોટાં પેકેજની જાહેરાત કરી પરંતુ ખેડૂતો માટે સરકારે કોઈ પેકેજ જાહેર કર્યા નથી. અતિવૃષ્ટિમાં ખેતરો ધોવાય ગયા અને કેટલાંક ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા તેમ છતાં સરકાર દ્વારા ખેડૂતો માટે કોઇ જાહેરાત સરકાર દ્વારા કરવામાં ન આવી, કોઇ મોટી અમલી યોજનામાં પણ સરકારે કોઈ ખેડુતલક્ષી જાહેરાત ના કરી, તેમજ સરકારે ખેડૂતો માટે કોઇ વળતર આપવાની જાહેરાત ના કરી અને રોજ અલગ-અલગ જાહેરાતો કરવા લાગ્યા તેમજ ખેડૂતોને મળતી વળતરની પ્રક્રિયા ખૂબ જ જટીલ બનાવી છે.
સરકાર દ્વારા ખેડૂતોના દવા, ખાતર, બિયારણ, વિજળી, અને ડીઝલમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો આથી ખેડૂત વિરોધી સરકાર પ્રત્યે ખેડૂતો પોતાનો રોષ પ્રગટ કરશે, તેમ આ લેખીત આવેદનમાં જણાવ્યુ છે, હાલ સમગ્ર રાજ્યમાં ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલના સમયમાં યોજાનાર ગુજરાતની ચૂંટણી બે રાજકીય પક્ષઓ વચ્ચે નહીં પરંતુ ખેડૂતો અને ખેડૂત વિરોધી નીતિ વચ્ચેનો જંગ બની ચુક્યો છે.