Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બુટલેગરોથી રક્ષણ મેળવવા માટે ભરૂચ જિલ્લા પોલીસવડાને માંગ કરતા રહેવાસીઓ.

Share

ભરૂચ પંથકમાં હવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે બુટલેગરોથી રક્ષણ મેળવવા લોકો ભરૂચ જીલ્લા પોલીસ વડાને વિનંતી કરી રહ્યા છે. તાજેતરમાં વસંતમિલની ચાલ ખાતે આશરે 9 વર્ષથી રહેતા એવા દક્ષાબેન વસાવાએ ભરૂચ જિલ્લા પોલીસવડાને કરાયેલ અરજીમાં એમ જણાવ્યુ છે કે તેઓ તેમના પતિ અને બે બાળકીઓ સાથે વસંતમિલની ચાલમાં રહે છે તેમની બાજુમાં રહેતા કંકુબેન વસાવા ગેરકાયદેસર દારૂનું વેચાણ કરે છે તેમણે ત્યાં અલગ-અલગ જગ્યાએથી અલગ-અલગ માણસો દારૂ પીવા માટે આવે છે અને દક્ષાબેનની ઘરની સામે બેસીને દારૂ પીવે છે. દારૂ વેચવાનો અને જાહેરમાં બેસાડીને દારૂ પીવડાવવાનો વિરોધ દક્ષાબેન કરી ચૂકયા છે તેમજ અવાર-નવાર કંટ્રોલ રૂમ બી ડિવિઝન પોલીસ મથક તથા પોલીસ ચોકી પર જઈને માંગ કરી છે છતાં પણ પોલીસે આ દારૂનો અડ્ડો કાયમી ધોરણે બંધ કરાવ્યો નથી.

કંકુબેન તથા તેમના કુટુંબીજનો અને તેમના મળતિયાઓને મળીને પોલીસ ચાલી જાય છે તેમજ કાયદેસર કાર્યવાહી કરવાની માત્ર વાત જ કરે છે, ખૂબ દબાણ આવે તો જ દારૂ પકડવાનો દંભ કરે છે તેમજ ચોપડે બતાવવા અને પોલીસ પોતાનો બચાવ કરવા પૂરતી જ કાર્યવાહી કરતી હોવાનું જણાય રહ્યું છે તેથી અરજી દ્વારા દક્ષાબેને ભરૂચ પોલીસ વડાને વિનંતી કરી છે કે તેમની તથા તેમના કુટુંબીજનોની રક્ષણ અંગે યોગ્ય કરે તેમજ હાલ તેમની બંને દીકરીઓ મોટી થઈ ગઈ છે તેથી હાલ તેમના ઘર પાસે બેસીને દારૂડિયાઓ દારૂ પીવે છે અને દક્ષાબેન તથા તેમની દીકરી પર ગંદી નજરે જોય છે તેમજ વિવિધ વાતચીતો કરતાં હોય છે. તેમના મળતિયાઓ ખૂબ માથાભારે હોવાનું તેમની અરજીમાં જણાવ્યુ છે તેઓ ગમે ત્યારે દક્ષાબેન પર હુમલો કરે અથવા કરાવે તેથી હાલ દક્ષાબેન હિજરત કરી તેમના સગાને ત્યાં રહેવા આવ્યા છે, તેથી આ અંગે બુટલેગર માથાભારે હોવાથી યોગ્ય પગલાં ભરવાં અરજી દ્વારા માંગ કરવામાં આવી છે. અગાઉ પણ થયેલ મારામારી અને દક્ષાબેનની દીકરીના કપડાં ફાડી તેને પણ માર મારેલ તે અંગે કરેલ અરજી અંગે કોઈ કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા ન થયેલ હોવાથી દક્ષાબેન અને તેમના પરિવાર દ્વારા અરજી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ ઉમરપાડાના શિક્ષિત બેરોજગારોને થતા અન્યાયના વિરોધમાં મિટિંગ યોજાશે.

ProudOfGujarat

રોટરી કૉમ્યુનિટી કોર્પ્સ આયોજિત કરાઓકે સંગીત ગીત સ્પર્ધા RCCનાં સભ્યો માટે રોટરી ક્લબ ભરૂચનાં હોલમાં યોજાઈ

ProudOfGujarat

સુરત તેમજ અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્ર નિર્માણ અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!