ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તા.26-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 9 દર્દીઓ વધતાં કુલ આંક 2632 થયો હતો. જીલ્લામાં કોરોનાની સંખ્યામાં વધ-ધટ થતી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે જેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ભરૂચ જીલ્લામાં 2632 પોઝીટિવ કેસ પૈકી 2439 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 30 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 163 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
Advertisement