જીગ્નેશ ડાંગરવાલા
સાઉથ ગુજરાત યુનિવરસીટી સંલગ્ન ૨૯ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
કામરેજ ચાર રસ્તાના ખોલવડ ખાતે આવેલ આર્ટસ,સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સુરત વિભાગના ભારતિય જીવન વિમા નિગમ દ્વારા સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની આંતર કોલેજ વક્તૃત્વ સ્પર્ધા તા.૧૨મીના રોજ યોજાઇ હતી.
સાત જેટલા વિવિધ વિષયો પર યોજાયેલ આ સ્પર્ધામાં સાઉથ ગુજરાતની ૨૯ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ભરૂચ નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સની વિદ્યાર્થીની કુ. ધરા જે. ડાંગરવાલાએ “મારૂ ધ્યેય ભ્રષ્ટાચાર મુકત ભારત”વિષય ઉપર પોતાનું વ્યક્તવ્ય રજૂ કરી દ્વિતિય ક્રમાંક હાંસલ કરી ભરૂચ શહેર તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું હતું.કુ.ધરાને એલ.આઇ.સી સુરત વિભાગ તરફથી વિજેતા ટ્રોફી,સર્ટી સાથે રૂપિયા ૫૦૦૦નું ગીફ્ટ કાર્ડ એલ.આઇ.સી સુરત વિભાગના અધિકારી પ્રધાનના હસ્તે એનાયત કરાયું હતું.સાથે સાથે ખોલવડ કોલેજ તરફથી દ્વિતિય ક્રમાંક હાંસલ કરવા બદલ રૂપિયા ૫૦૦ રોકડ પુરસ્કાર કોલેજના સંચાલકો દ્વારા એનાયત કરાયો હતો.કુ.ધરા ડાંગરવાલા પ્રતિ વર્ષ યોજાતી વિવિધ વકૃત્વ સ્પર્ધાઓમાં રાજ્ય કક્ષા સુધી પોતાનો ઉત્કૃષ્ઠ દેખાવ થકી અવ્વ્લ આવી ભરૂચ તેમજ કોલેજનું નામ રોશન કરતા ભરૂચ શહેરના ભાજપના અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા તેમજ કોલેજ સંચાલકો,આચાર્ય એ.કે.સીંગ તથા પ્રો.અનીતામેડમ,પ્રો.કલીકામેડમ દ્વારા તેને અભિનંદન પાઠવી ઉત્તરોતર પ્રગતી કરે તેવી શુભકામનાઓ આપી હતી.