ભરૂચ જીલ્લામાં વિવિધ સેવાઓ કરતી હિર ગાંધી હેન્ડીકેપ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વિધવા માતાઓના અભ્યાસ કરતાં બાળકોને નોટબુકો, સ્ટેશનરી કીટ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાણીની બોટલનું પણ વિતરણ ઝધડીયા GIDC માં આવેલ ગેલેકસી કંપનીની સી.એસ.આર. કમિટીનાં સભ્ય ડેપ્યુટી લીડર રમેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. નોટબુકો, સ્ટેશનરી કીટ અને માસ્કનું વિતરણ ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી સુરભિબેન તમાકુવાલા તેમજ ટ્રસ્ટનાં પ્રમુખ મનીષ ગાંધી અને ઉપપ્રમુખ વિજયાબેન સેનાપતિ અને સેક્રેટરી સંજયકુમાર વંઝાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેનો લાભ 38 જેટલા વિદ્યાર્થીએ લીધો હતો.
Advertisement