શાહ દિવાન સમાજ ટ્રસ્ટ વિવિધ સમસ્યાઓને વાચા આપી રહ્યું છે ત્યારે ગીર સોમનાથ જીલ્લાનાં કોડીનાર મુકામે મુસ્લિમ ફકીર સમાજની માસૂમ બાળકી પર થયેલા બળાત્કારનાં બનાવની એજન્સી દ્વારા તપાસ કરવા અંગે માંગણી કરતું આવેદનપત્ર મુખ્ય મંત્રીને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર મારફત પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લાનાં કોડીનાર મુકામે મુસ્લિમ ફકીર સમાજની સગીર વયની માસૂમ બાળકી પર રાજકીય આગેવાને અમાનવીય કૃત્ય આચરીને બળાત્કાર ગુજારેલ છે જેની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. આ બનાવમાં ભીનું સંકેલવાનાં પ્રયાસો કેટલાક સ્થાનિક આગેવાનો દ્વારા થઈ રહ્યા છે. બનાવમાં ભોગ બનેલ બાળકીનાં પરિવાર ફરિયાદી હોવાથી કેટલાક માથાભારે વ્યક્તિઓ દ્વારા બનાવને દબાવવા માટે નાણાંકીય લાલચો આપે છે તેમજ ભોગ બનનાર માસૂમ બાળકી તથા તેના દાદીમાં મુસ્લિમ સમાજનાં અતિ પછાત એવાં ફકીર જ્ઞાતિનાં હોય તેમને પૂરતું રક્ષણ આપવા આવેદનપત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે. તેમજ આ બનાવની તપાસ એસ.આઇ.ટી., સી.આઇ.ડી. સી.બી.આઇ. જેવી તટસ્થ એજન્સીઓ દ્વારા કરાવવા માંગણી કરવામાં આવેલ છે.
ભરૂચ : શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા કોડીનાર ખાતે થયેલ બળાત્કારને વખોડતું આવેદનપત્ર ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને કલેકટર મારફત અપાયું.
Advertisement